વડગામના મોરિયામાં માજી સરપંચે ગ્રામ પંચાયત અને તાળું મારતા હોબાળો મચ્યો

0
6

ઉપસરપંચ અને સદસ્યોએ વડગામ ટીડીઓને લેખિત રજૂઆત કરી

વડગામ તાલુકાના મોરિયા ગામના માજી સરપંચે ગ્રામ પંચાયતને તાળું મારતા હોબાળો મચ્યો હતો.જેને લઇ
ઉપસરપંચ અને સદસ્યોએ વડગામ ટીડીઓને લેખિત રજૂઆત કરી હતી.

વડગામ તાલુકાના મોરિયામાં ગ્રામ પંચાયતના ઉપસરપંચે થોડા દિવસ પહેલા સરપંચનો ચાર્જ સંભાળ્યો છે જેને લઇ શુક્રવારના રોજ ગ્રામ પંચાયતની મીટીંગ નું આયોજન રાખેલ હતું ત્યારે ઉપ સરપંચ અને સદસ્યો ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં હાજર હતા ત્યારે માજી સરપંચ પુરુષોત્તમભાઈ શ્રીમાળી જોડે ગ્રામ પંચાયતના તાળાની બીજી ચાવી હોવાથી પંચાયત કચેરીને તાળું મારી દીધું હતું. ત્યારે હાજર સરપંચ સદસ્યો અને તલાટીએ આ સમગ્ર ઘટનાનું લેખિત પંચનામું કર્યું હતું. જેની જાણ પુરુષોત્તમભાઈને થતા તેઓએ આવીને તાળું ખોલી દીધું હતું ત્યારબાદ સદસ્યો, સરપંચ અને તલાટીએ મીટીંગ ની આગળની કાર્યવાહી શરૂ કરી હતી ત્યારે હજુ સુધી માજી સરપંચ એ આજ દિન સુધી ગ્રામ પંચાયતના સિક્કા, પંચાયતના તાળા ની બીજી ચાવી, લેટરપેડ હજુ ગ્રામ પંચાયતમાં સુપ્રત કર્યા નથી. જેને લઇ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ઉપ સરપંચ સદસ્યો એ વડગામ ટીડીઓ ને લેખિત રજૂઆત કરી હતી….

તસ્વીર દિનેશ ઠાકોર પાલનપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here