વડગામના પાંચડા માં સગર્ભા બહેનોનોઆરોગ્ય કેમ્પ યોજાયો

0
10

વડગામ તાલુકાના પ્રા.આ.કે.પાંચડા ખાતે સગર્ભા બહેનો માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. જેમાં જિલ્લા અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ,પી.જી.ચૌધરી, મેડીકલ ઓફિસર ડૉ.બી.એમ.પ્રજાપતિ ના સિધા માર્ગદર્શન હેઠળ સગર્ભા મહિલાઓની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પ માં પ્રા.આ.કે.ના મ.પ.હે,સું તરૂણસિંહ પરમાર, ફિ.હે.સું ડાહીબેન ચૌધરી, એકાઉન્ટન્ટ વનરાજસિંહ રાજપુત તથા પ્રા.આ.કે.ના તમામ સ્ટાફ દ્વારા સગર્ભા માતાઓની તપાસ કરી માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પ માં આજુબાજુના ગામોની કુલ ૩૦ જેટલી સગર્ભા મહિલાઓ હાજર રહી હતી. અને પાલનપુરના ગાયનેક ર્ડા.દર્શન કેલા હાજર રહી તમામ સગમાં માતાઓની તપાસ કરી તથા તમામ લાભાર્થીઓને પુરક પોષણ આહાર તરીકે પ્રા.આ.કે.પાંચડા દ્વારા મગનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here