વડગામના નગાણા માં ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ માંથી નિવૃત્ત થતા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

0
14

હંમેશા સામાજિક કાર્યોમાં અને લોકોના હિત માં વિચારતા હયાતખાનજી બિહારી નું સન્માન કરાયું

વડગામ તાલુકાના નગાણા ગામના અગ્રણી અને હંમેશા સામાજિક કાર્યોમાં અને લોક હિત માં વિચારતા હયાતખાન બિહારી
ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ માંથી નિવૃત્ત થતા તેમનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

વડગામ તાલુકાના નગાણા ગામના જાગીરદાર સમાજ ના અગ્રણી બિહારી હયાતખાનજી જેવો ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની માંથી ક્લાસ વન ના હોદ્દા પરથી નિવૃત થતા તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્યારે હયાતખાનજી અલીશેરખાનજી બિહારી તેઓ વડગામ તાલુકાના નાગાણા ગામના વતની છે અને તેઓ સતત સામાજિક કર્યો લોકો હિતના કાર્યક્રમો હોય ત્યારે પોતાનું યોગદાન અવશ્ય આપતા રહે છે. જ્યારે તેઓ ડિસેમ્બર મહિનાની 31 તારીખે નિવૃત થતા વડગામ તાલુકાના વિવિધ ગામના વિવિધ સમાજના અગ્રણીઓ એક સાથે હયાતખાનજીનું સન્માન કરવા માટે આવ્યા હતા. અને આવેલ મહેમાનો એ હયાતખાનજી ને
વિશિષ્ઠ સન્માન પત્ર આપી
ફૂલહાર અને સાલ ઓઢાડી ને સન્માન કર્યું હતું. ત્યારે જાગીદાર સમાજનું ચાલતું જાગીરદાર વેલફેર ટ્રસ્ટ તથા યુવાનોનું વિહારી યુથ ફાઉન્ડેશન ,એકતા ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને હયાતખાનજી એ આવેલા તાલુકાના અગ્રણીઓ ને સંબોધતા જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ પણ સમાજના કાર્ય માં મારી જરૂર હસે ત્યારે હર હંમેશએ હાજર રહીશ. અને આવેલા મહેમાનો એ હયાત ખાનજી ના કર્યો ને બિરદાવી ભવિષ્યમાં પણ આવા કાર્યો આપના થકી ચાલુ રહે અને હંમેશા આપનો સાથ સહકાર મળી રહે તેવી આશા વ્યક્તિ હતી.અને હયાત ખાનજી એ સન્માન કરવા બદલ તેમજ લાગણી ઓ બદલ તેમણે તમામ મહેમાનો નો આભાર માન્યો હતો.

રીપોર્ટ,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here