વડગામના ટીંબાચુડી માં નાના લોક ફાળાથી પણ જળસંચય કરી શકાય – કલેક્ટર આનંદ પટેલ

0
11

ગત ચોમાસામાં સમગ્ર તાલુકામાં આં ગામે પહેલ ગામમાં પાણી ના તલ ઉંચા આવ્યા

વડગામ તાલુકાના ટીંબાચુડી ગામે જળ સંચય અભિયાન અંતર્ગત કલેકટર અને સૌરાષ્ટ્રના મનસુખભાઈ સુવાગીયાના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં પાણી બચાવો અને પાણીનું તળ કઈ રીતે ઊંચુ લાવવુ તે અંગે ટીંબાચુડી ગામ સહીત આજૂ બાજૂના 20 ગામોના લોકો પણ હાજર રહ્યા હતા.

વડગામ તાલુકાના ટીંબાચુડી ગામની ટીમે ગત ચોમાસામાં સમગ્ર તાલુકા માં જળસંચય અંતર્ગતની પહેલ કરી હતી. અને ચોમાસા પહેલા સૌરાષ્ટ્રના મનસુખ ભાઈ સુવાગીયા ના જળક્રાંતિ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ ગામમાં જે પાણી ભરાતું હતું. તે એકઠું થયેલું પાણી કૂવા માં ઉતારવામાં આવ્યું હતું અને ચોમાસાનું પાણી વેડફાઈ ના જાય અને આં પાણીને જળ સંચય દ્વારા જમીનમાં ઉતારવા માટે ટીંબાચુડી ગામના લોકોએ પહેલ કરી હતી અને તે દરમિયાન ગત ચોમાસા નું પાણી જળ સંચય દ્વારા ગામમાં આવેલા વિવિધ 30 કેટલા કૂવાઓ માં ઉતારવા માં આવ્યું હતું જે જળ સંચય અંગેની વાત બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના ધ્યાને આવતા તેઓએ જાત નિરીક્ષણ કરવાનું વિચાર્યું હતું જે અંતર્ગત સોમવારે ટીંબાચુડી મુકામે કલેકટરના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એડીશનલ કલેકટર શ્રી ગીલવા તેમજ સૌરાષ્ટ્ર જળક્રાંતિના પ્રેરણા હતા મનસુખભાઈ સુવાગીયા, પ્રાંત અધિકારી, હિરલબેન પટેલ,બનાસ ડેરી ના અધિકારીઓ, ભરકાવાડા ગામના અગ્રણીઓ, ટીંબાચુડી ના ગ્રામજનો તેમજ સંરપચ શ્રી તલાટી શ્રી અને આજુબાજુ 20 ગામોના લોકો હાજર રહ્યા હતા.જયારે જળસંચય અભિયાન અંતર્ગત યોજાયૈલ કાર્યકમ નુ સંચાલન જળસંચય ટીમ અને ટીબાચુંડી ગ્રામ જનો દ્વારા કરવામાં આવ્યું હતું

રીપોર્ટ,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here