લો બોલો …..પ્રાંતિજ પોલીસ ધોર નિંદ્રામાં મજરા ના ગ્રામજનો એ રાત્રે ત્રણ તસ્કરો ને ઝડપી પોલીસ ને હવાલે કર્યા

0
14

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મજરા ખાતે ગ્રામજનો દ્રારા રાત્રીના સમયે ગણેશ વિસર્જન કરી પરત ગામ તરફ આવતા હતા તે સમયે તસ્કરો રસ્તામા ટ્રીપ પાઇપ ના બડલ ભરેલ રીક્ષા રાત્રીના સમયે ગામના રોડ પર જોવા મળતા ગામલોકો એ રીક્ષા ઉભી રાખી રીક્ષા મા રહેલ ત્રણેય ઇસમો ઉપર સંકાજતા કડક પુછપરછ કરતા તસ્કરો રીક્ષા મુકીને ત્રણેય ઈસમો નાસી છૂટ્યા હતા તો ગ્રામજનો દ્રારા બાઇકો લઈને શોધખોળ કરતા તો બે તસ્કરો ને તાજપુર હાઈસ્કૂલ પાસેથી અને એક આરોપી ને વિનય હોટલ પાસેથી ગ્રામજનોએ ઝડપી પાડયા હતા તો ત્રણેય આરોપીઓએ ચોરી કરી લાવ્યા હોવાની કબુલાત પણ કરી હતી તો ગ્રામજનો દ્રારા પ્રાંતિજ પોલીસ ને રાત્રીના સમયે ફોન કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એ.જે.ચાવડા સહિત પોલીસ ટીમ તાત્કાલિક દોડી આવી હતી તો ગ્રામજનોએ પકડાયેલ ત્રણ તસ્કરો ને પોલીસ ને હવાલે કર્યા હતા તો ત્રણેય આરોપીઓ દ્રારા મજરા ખાતે રહેતા પ્રવિણભાઈ અંબાલાલ ભાઇ પટેલ ના ખેતર માંથી ૧૨ જેટલા ટ્રીપ પાઇપ ના બડલ જેની અંદાજે કિંમત-૩૦,૦૦૦ ની ચોરી કરી સાથે લાવેલ લોડીંગ રીક્ષા નંબર-GJ09V ૯૩૦૨ મા ભરીને લઈ જતા હતા તો મળતી માહિતી મુજબ આ ત્રણેય તસ્કરો મજરા ગામ માં રહેતા મારવાડી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ પંથક માં રાત્રીના સમયે વારંવાર નાની મોટી ચોરીઓ થવાના બનાવો બનતા પોલીસ હાલતો ઉધતી હોય તેવુ જણાઈ આવે છે અને આ ચોરી ના બનાવો થવાથી પોલીસ ના રાત્રીના પેટ્રોલિંગ ઉપર પણ હાલતો અનેક સવાલો ઉઠયા છે ત્યારે આ પંથકમાં પોલીસ દ્રારા રાત્રીનો કડક પેટ્રોલિંગ કરવામા આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here