લોક જાગૃતિ માટે નિકળેલ ગુજરાત ઉજાસ યાત્રા નું પાટણમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું..

0
10

રક્તદાન, અંગદાન, નેત્રદાન સહિત બેટી બચાવો બેટી પઢાવો સાથે સામાજિક પ્રવૃત્તિઓ વિશે લોકો ને માહિતગાર કરાયા..પાટણ તા.4દર વર્ષે 25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમ્યાન રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ અને દ્રષ્ટિ ખામી સમિતિ પ્રેરિત નેત્રદાન જાગૃતિ પખવાડિયા ની ઉજવણી કરવામાં આવે છે.સક્ષમ ગુજરાત , ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા નહેરૂ યુવા કેન્દ્ર આયોજિત કોર્નિયલ અંધત્વ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગુજરાત ઉજાસ યાત્રા સમગ્ર ગુજરાત ના અલગ અલગ જિલ્લાઓ માં 22 સ્થાને જઈને શનિવારના રોજ તા-4 સપ્ટેમ્બર ને સવારે 9-00- કલાકે પાટણ ખાતે આવી પહોંચી હતી. રેડક્રોસ ભવન પાટણ ખાતે આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ યાત્રા સાથે ગંગારામભાઇ પટેલ ઉપાદ્યક્ષ સક્ષમ,ગુજરાત પ્રાંત, દીનેશભાઇ જોગાણી, યાત્રાના ઇંન્ચાર્જ, નિલેશભાઇ રેડક્રોસ-સુરત, મનુભાઇ ચૌધરી તથા નરસિંહ્ભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં “સક્ષમ” માંથી શૈલેષભાઇ પટેલ, હરેશભાઇ તથા તુષારભાઇ, રેડક્રોસ સંસ્થામાંથી ડો. જે કે પટેલ, ડો. મોનીશભાઇ શાહ,ડો. મોહનભાઇ પટેલ વિગેરે મહાનુભાવો, તથા બહેરા મુંગા શાળા સંસ્થા, માં સરસ્વતી સેવા સમિતિ ,નહેરૂ યુવા કેંન્દ્ર, રોટરી ક્લબ ઓફ પાટણ, એક્ટીવ ગૃપ પાટણ તથા અન્ય સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. સદર કાર્યક્રમમાં નેત્રદાન વિષે વિશેષ માહિતી આપવામાં આવી હતી તેમજ રક્તદાન, અંગદાનને દિવ્યાંગજનો ના વિકાસ માટેની માહિતી અને અન્ય સામાજ સેવાકીય કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત રક્તદાન, બેટી બચાવો-બેટી પઢાવો તથા અન્ય સામાજિક પ્રવૃત્તિઓ વિશે પણ લોકો ને જાગૃત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here