લીમખેડા તાલુકામાં આત્મીય જન સંપર્ક યાત્રા નું આગમન

0
7

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર થી કોરોનાં મહામારીમાં કોરોના નાં કારણે જે પરિજનોના દુઃખદ નિધન થયાં છે, તેવા પરિવારજનોને સાંત્વના આપવા માટે તેમજ કોરોના કાળમાં કોરોનાથી જેઓનું પણ દુઃખદ નિધન થયું છે. તેવા દિવંગત આત્માંઓને શાંતિ પ્રાપ્ત થાય તે માટે શાંતિકુંજ હરિદ્વાર થી વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથેની ટોલીનું આગમન લીમખેડા ખાતે ૧ લી ઓકટોબર નાં રોજ આગમન થયું હતું.જેમાં લીમખેડા તાલુકામાં ૬ વિભાગ માં પરિજનોને મળવા માટે ગોષ્ઠિ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આવેલ પ્રતિનિધિઓએ આત્મીય વિસ્તાર માટે જનસંપર્ક, શંતિપાઠ, આપકે દ્વાર પહુંચા હરિદ્વાર, સદગુરુ જ્ઞાનગંગા સદગ્રંથ સ્થાપના સાથે વ્યક્તિ નિર્માણ,પરિવાર નિર્માણ,સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ દ્વારા યુગ નિર્માણ, રચનાત્મક પ્રવૃત્તિઓ જેવી કે વૃક્ષારોપણ, કુરિતી ઉન્મુલન,વ્યસનો જેવાં દુર્ગુણોથી સમાજ ને બચાવવાં માટે અભિયાન ચલાવવા આહવાન કર્યું હતું.

કાર્યક્રમ માં શાંતિકુંજ હરિદ્વાર નાં વરિષ્ઠ પ્રતિનિધિઓ શ્રી યોગેશ ભાઈ શર્મા, શ્રી ચમનભાઈ વસોયા ની સાથે દાહોદ જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠક શ્રી યોગેશભાઈ પરમાર ની સાથે કાર્યક્રમ નાં સંચાલન હેતુ લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર ની ટીમ સાથે રહી સહયોગ આપ્યો હતો.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here