લીમખેડા તાલુકાના દેગાવાડા ગામે ધામધૂમથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું

0
18

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દેગાવાડા ગામે પટેલ ફળિયામાં તા. ૧૯/૦૯/૨૦૨૧ ના રોજ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ગણપતિ વિસર્જનમાં ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ગણપતિ દાદાનુ વિસર્જન હડપ નદીમાં કરવામાં આવ્યું હતું. તા. ૧૮/૦૯/૨૦૨૧ ની રાત્રે ભજન અને મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ભજન સંતવાણી કાર્યક્રમમાં જશુભાઈ ભરવાડ, સવિતાબેન રાઠવા, વિનોદભાઈ વણઝારા એ ભજન ની મોજ કરાવી હતી. આમ દેગાવાડા ગામમાં ધામધૂમથી ગણેશોત્સવ મનાવવામાં આવ્યો હતો.રિપોર્ટ :- જગદીશ કોળી..દેગાવાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here