લીમખેડા તાલુકાનાં દિવ્યાંગ બાળકો માટે રાશનકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

0
1

આજ રોજ તા. ૧૪/૦૯/૨૦૨૧ ને મંગળવાર નાં રોજ BRC ભવન લીમખેડા નાં હૉલ માં વોઈસ ઓફ સ્પેશીયલી એબલ પીપલ (NGO અમદાવાદ) તથા જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રાંતના સંયુક્ત ઉપક્રમે, દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી મયુરભાઈ પારેખ સાહેબ નાં માર્ગદર્શન હેઠળ તથા CRC બાર, મેહુલભાઈ ચૌધરી નાં સંપર્ક થી લીમખેડા તાલુકાના ૧૦૩ દિવ્યાંગ બાળકોને રાશનકીટ વિતરણ નો કાર્યક્રમ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નાં ચેરમેન શ્રી પ્રફુલ્લભાઈ ડામોર સાહેબ ની અધ્યક્ષતામાં યોજાયો. આજનાં આ દિવ્યાંગ બાળકોના રાશન કીટ વિતરણ કાર્યક્રમ માં આમંત્રિત મહેમાનો એ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.કાર્યક્રમ માં જિલ્લા પંચાયત દાહોદ નાં ઉપ પ્રમુખ, શ્રી સરતનભાઈ ચૌહાણ સાહેબ, બ્લાઈન્ડ વેલ્ફર દાહોદ નાં મેનેજિંગ ટ્રસ્ટી, યુસુફ કાપડિયા સાહેબ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ નાં અધ્યક્ષ અને ગુજરાત પ્રાંત નાં પ્રાંતમંત્રી, શ્રી બળવંતસિંહ ડાંગર સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બહેનશ્રી, સરોજબેન ચૌધરી મેડમ, જનજાતિ સુરક્ષા મંચ ગુજરાત પ્રાંત નાં સંયોજક, શ્રી બળવંતભાઈ રાવત સાહેબ,IED જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર, શ્રી મહેશભાઈ, CRC મુવાલીયા શ્રી જનકભાઈ પટેલ, BRC કલ્પેશભાઈ પટેલ સાહેબ, IED નાં BRP મિત્રો, શૈક્ષિક મહાસંઘ લીમખેડા નાં હોદ્દેદાર સાહેબો, CRC સાહેબો, સેવાભાવી શિક્ષક મિત્રો તથા દિવ્યાંગ બાળકો અને તેમનાં વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.કાર્યક્રમ ની આભારવિધિ CRC કુનલી, દેશિંગભાઈ તડવી સાહેબે કરી હતી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ફતેસિંહ બારીઆ એ કર્યું હતું.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલદાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here