લીમખેડાના દેગાવાડા ગામે દિપસિંગ સાહેબના નિવાસસ્થાને ભજન સત્સંગ, આનંદ આરતીનો કાર્યક્રમ યોજાયો

0
17

પરમ પૂજ્ય ૧૦૮ મહંત શ્રી રોહિત દાસજી સાહેબના કર કમળોથી આનંદ આરતી કરવામાં આવી

   દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દેગાવાડા ગામે ભક્ત શ્રી દિપસિંગ સાહેબના નિવાસસ્થાને પરમ પૂજ્ય ૧૦૮ મહંત શ્રી રોહિત દાસજી સાહેબના કર કમળોથી તા. ૨૩/૧/૨૦૨૨ ના રોજ આનંદ આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.   આ આનંદ આરતીમાં ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી. દેગાવાડા ગામનાં નવ નિયુક્ત, યુવા અને ઉત્સાહી સરપંચ રામચંદ્ર તેમજ તેમનાં પરિવાર દ્વારા બાપુને પુષ્પ હાર પહેરાવી આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં  પરિવારના સભ્યો, ગ્રામ જનો તેમજ ભક્તો એ આનંદ આરતીનો લાભ લઈ  પરમ પૂજ્ય ૧૦૮ મહંત શ્રી રોહિત દાસજી સાહેબના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.  પરમ પુજ્ય રોહિતદાશ બાપુ દ્વારા જીવન કઈ રીતે જીવવું એના વિષે માર્ગ દર્શન આપ્યું તેમજ જીવન માં શું કરવું અને શું ના કરવું એ વિષે ખુબજ સરસ રીતે ઉદાહરણ આપી સમજણ આપી. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ ભાભોર, ગુજરાત રાજ્યના પુર્વ મંત્રી બચુભાઇ ખાબડ, લીમખેડા ધારા સભ્ય સૈલેશસિંહ ભાભોર, Apmc ચેરમેન ભરતભાઇ ભરવાડ, જીલ્લા પંચાયત સભ્ય  સી. કે. મેડા સાહેબ, લીમખેડા TDO બારિયા સાહેબ, દાહોદ જીલ્લા પંચાયત ઉપાધ્યક્ષ   સરતનભાઈ ચૌહાણ તેમજ આજુ બાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ આ આનંદ આરતીમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમની પૂર્ણહુતિ માં મહાપ્રસાદ  લઈ ભક્તો છુટા પડ્યા હતાં. 

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here