લીમખેડાના ઉમેદપુરા થી રૂદણ તેમજ મરતોલી દર્શન માટે બાવન ગજની ધજા સાથે પગપાળા સંઘ રવાના

0
13

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામથી માં ચેહર ગ્રુપ ઉમેદપુરા પગપાળા સંઘ રુદણ તેમજ મરતોલી જવા માટે તારીખ ૧૭/૧૦/૨૦૨૧ નો રોજ બાવન ગજની વિશાળ બે ધજાઓ સાથે પ્રસ્થાન કર્યું હતું. માં ચેહર ગ્રુપ ના માઇભકતો ગુરૂવારના રોજ રૂદણ દર્શન કરશે એ પછી રવિવારના રોજ મરતોલી મંદીરે માં ચેહર ના દર્શન કરશે. આ સંઘમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો માં ચેહર ના દર્શન માટે પગપાળા જવા માટે નીકળ્યા છે. આ પગપાળા સંઘ ની શરૂઆત માતાજીની આરતી કરી કરવામાં આવી હતી. આ પગપાળા સંઘ ની શરૂઆત ના કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શીતલબેન વાઘેલા, દાહોદ જીલ્લા ઉપપ્રમુખ શ્રી સરતનભાઈ ચૌહાણ, લીમખેડા તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ સરતનભાઈ ડામોર, દેવગઢબારિયા એ.પી.એમ.સી ચેરમેન શ્રી ભરતભાઇ ભરવાડ, દાહોદ જિલ્લા ભાજપ સંયોજક શ્રી રમેશભાઇ, મોટી હાથી ધરા તાલુકા પંચાયત દીપસિંહભાઈ રાવત, જેતપુર ડેપ્યુટી સરપંચ શ્રી પંકજભાઈ ભરવાડ, જય માતાજી ગ્રાફિક્સ લીમખેડા રિન્કેશભાઈ પ્રજાપતિ, વગેરેની ઉપસ્થિતિમાં શ્રી રાહુલભાઈ જી. રાવત ઉમેદપુરા દ્વારા માં ચેહર ગ્રુપ ઉમેદપુરા થી બાવન ગજની બે ધજાઓ સાથે માં ચેહર ના દર્શન માટે આજરોજ પ્રસ્થાન કર્યું છે. જય ચેહર માં

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here