લાલપુર તાલુકા વિકાસ અધિકારીનો વિદાય સમારોહ યોજાયો

0
0

જામનગર, સંજીવ રાજપૂત: કર્તવ્ય, કર્મનિષ્ઠ, પ્રમાણીક, તથા કર્મચારીઓના હિતેચ્છુ એવા લાલપુર તાલુકા વિકાસ અધિકારી, પંકજકુમાર મહેતાના ભવ્ય વિદાય કાર્યક્રમ લાલપુર તાલુકા પંચાયત પરિવાર દ્વારા યોજાયો જેમાં માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વિકલ્પ ભારદ્વાજ, પ્રાંત અધિકારી સાહેબ તથા ડેપ્યુટી ડી.ડી.ઓ, જિલ્લા પંચાયત સભ્યોઓ, તાલુકા પંચાયત સભ્યોઓ, ઉપસ્થિત સરપંચઓ, તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ હાજરીમાં પંકજકુમાર મહેતાને તા.૩૧/૦૧/૨૦૨૪ના રોજ વય નિવૃત્ત થતા વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેઓ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની છે તેઓએ પંચાયત વિભાગમાં જુનિયર ક્લાર્કથી પોતાની સફર શરૂ કરી જેમાં તેઓ નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, એમ વિવિધ પદો ઉપર સેવા આપી ચુક્યા છે.
મહેતા હંમેશા કામના નિકાલ નહીં પરંતુ, ઉકેલની વૃત્તિમાં માનનાર મહેતા, પ્રમાણિકતા, સમય પ્રતિબદ્ધતા, અરજદારના પ્રશ્નોને કુનેહ પૂર્વક નિકાલ કરવાની કળા, તાબાના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી કામ લેવાની આગવી શૈલી જેવા વિવિધ ગુણોના કારણોસર કર્મચારીગણ તેમજ સેવા આપેલા તાલુકાની પ્રજાના દિલમાં વિશિષ્ટ માન-સન્માન ધરાવે છે.
માળખાકીય વિકાસના કામો સહિત અનેકવિધ વિશિષ્ટ અને પ્રજાલક્ષી કામોને કારણે લાલપુર તાલુકના નાગરિકો આજે પણ તેઓને અને તેમના કામોને યાદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here