લાખણીમાં માર્ગ-મકાન વિભાગના કામમાં મોટો ગોટાળો 2.5 કી.મી ફોર-વે હાઈવેની ગટરલાઇન માટે નાળા નાખ્યા વગર કામગીરી પૂર્ણ કરી દેવાઈ

0
18

વરસાદી પાણીનો ભરાવો થતાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી

લાખણી:- લાખણી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાખણી બસસ્ટેશન વિસ્તારમાં 2.5 કિલ્લો મીટર ચાર માર્ગીય રોડની મંજૂરી આપવામાં આવી હતી જે અંતર્ગત એક વર્ષ અગાઉ કોન્ટ્રાકટર દ્વારા લાખણી કેનાલના પુલથી વાસણા ત્રણ રસ્તા સુધી ફોર વે રોડના કામમાં અધિકારીઓની મિલાજુલીથી મસમોટું કૌભાંડ આચરી સરકારને ચૂનો લગાડવામાં આવ્યો હોય એવી ઘટના સામે આવી છે.
ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદના કારણે રોડની આજુ બાજુ અને રોડ ઉપર પાણી ભરાઈ જવાથી સ્થાનિક દુકાનદારો અને પેટ્રોલપંપના માલિક દ્વારા પાણી નિકાલ માટેની પાઇપલાઇનની તપાસ કરવામાં આવતા કોન્ટ્રાકટર દ્વારા પાઈપલાઈન નાખવામાં આવીજ નથી એવું જાણવા મળ્યું હતું, રોડની બાજુમાં થોડા થોડા અંતરે પાણીના નિકાલ માટેની કુંડીઓ બનાવી દેવામાં આવી છે પરંતુ કુંડીમાંથી પાણીના નિકાલ માટે નાખવામાં આવતી પાઈપલાઈન બારોબાર ચાઉ થઈ જવાનું બહાર આવતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે
આ બાબતે માર્ગ અને મકાન વિભાગની ઉચ્ચસ્તરીય ટીમ દ્વારા તપાસ થાય તો મોટું કૌભાડ સામે આવવાની સંભાવના છે

–> સુરેશભાઈ.એ.પટેલ,,,તા.પં.સદસ્ય
લાખણી કેનાલથી વાસણા ત્રણ રસ્તા સુધીના ફોર લાઈન હાઈવેની કામગીરીમાં પોલાપોલ કરવામાં આવ્યું છે,રોડની કામગીરીમાં લેવલીંગ કર્યા વિના ડામર પાથરી કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે,વરસાદના પાણીના નિકાલ માટે દેખાવા રૂપી કુંડીઓ બનાવી છે પરંતુ જમીનની અંદર અમે JCB દ્વારા ખોદકામ કરી જોયું તો પાઈપલાઈન નાખવામાં આવીજ નથી જેથી આ બાબતે અમે ઘટતી તમામ પ્રકિયા કરી કૌભાંડીઓને બહાર લાવવાની તૈયારી ચાલુ કરી છે

અહેવાલ:- મુકેશ સોની લાખણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here