લાખણીમાં ભારતમાતાની સેવા કરી વયનિવૃત થઈ માદરે વતન આવતાં ઉમળકાભેર સ્વાગત કરાયું

0
4

લાખાણી

લાખાણી ગામના વતની દેશની બોર્ડર ઉપર સેવા કરી વયનિવૃત્ત થતા માદરે વતનમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ.
ભારતમાતાની સેવા કરી વયનિવૃત થતાં માદરે વતન આવનાર લાખણી ગામના હરેશભાઇ ભીખાભાઇ પરમાર જેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લાખણીમાં મેળવીને નાનપણથી જ મનમાં દેશ સેવા કરવાની ભાવના ધરાવતા હરેશભાઇ પરમાર આર્મીમાં જોડાયા સતત ૧૭ વર્ષ ભારત માતાની સેવા કરી લાખણી ખાતે માદરે વતન આવતાં લાખણી બસ સ્ટેન્ડ ઉપરથી ભવ્ય વરઘોડો કાઢ્યો અને જે ડી.જી ના તાલે ભારત માતા ની જય ઘોષ સાથે હિંગળાજ માતાજીના મંદિરે આવીને દર્શન કરી ત્યારબાદ તેમના ઘરે સ્ટેજ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જ્યાં આગળ દરેક સમાજ દરેક એસોસિએશન દ્વારા આર્મીમેન હરેશભાઇ પરમાર નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિંગળાજ માતાજીની જય અને ભારત માતાની જય સાથે વાતાવરણ ભક્તિ અને રાષ્ટ્રપ્રેમ વાળું બન્યું હતું.

_&_
અહેવાલ
હમીરભાઈ રાજપૂત જેતડા લાખણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here