લાખણીની ધન્યધરા ઉપર તપસ્વી સંતની પધરામણી

0
22

રાષ્ટ્રધર્મ સિવાય બીજો કોઈ મોટો ધર્મ નથી-પૂજ્ય પંકજમુની બાપુ

લાખણી:- થરાદના બળિયા હનુમાન મંદિર ખાતે અગ્નિ તપસ્યા પૂર્ણ કરેલ તપસ્વી સંત પૂજ્ય પંકજમુની બાપુએ લાખણી ખાતે આવેલ ભરતભાઇ દવેની ઓફીસની શુભેચ્છા મુલાકાત લીધી હતી ધર્મપ્રેમી યુવાનોએ પૂજ્ય બાપુનું સન્માન કરીને આશીર્વાદ લીધા હતા ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે આપણા દેશમાં જ્ઞાતિના આધારે રાજકારણ કરવામાં આવી રહ્યું છે એ તદ્દન ખોટું છે યોગ્યતાના આધારે રાજકારણ થવું જોઈએ જ્ઞાતિવાદ એ લગ્ન પુરતા સીમિત રાખવામાં આવે તો જ દેશ માટે લાભદાયક બનશે દરેક ભારતીય દેશ પ્રેમથી છલોછલ હોવો જોઈએ જે વ્યક્તિમાં યોગ્યતા હોય એને રાજકારણમાં લાવવો જોઈએ નહીં કે મારી જ્ઞાતિનો છે એટલે ભલે એ ગમે તેવો હોય પણ એને જ લાવવો એ દેશ માટે ખતરારૂપ છે દેશના દરેક સંતો મહંતોએ પણ આ જ્ઞાતિવાદનો સહારો ન લેવો જોઈએ અને પોતાના અનુયાયીઓમાં દેશપ્રેમ જાગે અને જ્ઞાતિવાદની કટ્ટરતા દૂર થાય એ સમજણનો વિકાસ થાય એ દિશામાં આગળ વધવા પ્રયત્ન કરવા જોઈએ આ જ્ઞાતિવાદ નું ઝેર દેશને નુકસાનકારક સાબિત થશે એને એની અસર આજે નહિ પણ ભવિષ્યમાં દેખાશે અત્યારે આપણી કમનસીબી છે કે રાજકીય પક્ષો પોતાની વોટબેંક સાચવવા માટે જ્ઞાતિવાદનો સહારો લઈને પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે પણ એમાં ભૂલ પ્રજાની છે પ્રજાએ જ્ઞાતિવાદ કરતા પક્ષ અને નેતાઓને જાકારો આપવો જોઈએ યોગ્યતા ધરાવતા લોકોને પ્રાધાન્ય મળશે તો જ દેશનો સાચો વિકાસ થશે બાકી માત્ર પોતાની જ્ઞાતિના ખભે બંદૂક રાખીને રાજકારણમાં હાવી થનાર લોકો અંતે નુકસાનકારક બને છે દરેક ભારતીય માટે પ્રથમ રાષ્ટ્ર હોવું જોઈએ ત્યારબાદ પોતાનો ધર્મ અને જ્ઞાતિને જોવી જોઈએ જો રાષ્ટ્ર હશે તો જ આપણા બધાનું અસ્તિત્વ હશે આ પ્રસંગે ભરતભાઇ દવે, રવજીભાઈ પટેલ, જોરાભાઈ પટેલ, કરશનભાઈ મોદી, શાંતિલાલ સુથાર, નાગજીભાઈ દેસાઈ, મુકેશભાઈ સોની, દિનેશભાઇ કાપડી, લક્ષમણભાઈ રાજપૂત, પાબુસિંહ રાજપુરોહિત, બીપીનભાઈ દવે સહિતના ધર્મપ્રેમી યુવાનો હાજર રહ્યા હતા.

અહેવાલ:- મુકેશ સોની લાખણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here