લાખણીના લવાણા અને કુડા ખાતે તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
લાખણી:- 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા લાખણી તાલુકા ના લવાણા અને કુડા ગામે તાલુકા કક્ષા ના યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી યોગ થકી લોકો ના સ્વાસ્થ્ય સારું રહે લોકો તંદુરસ્ત રહે માનસિક તણાવ મુક્ત રહે લોકો માં યોગ વિશે જાગૃતિ આવે અને અનુસરે એ હેતુ થી ખાસ યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લવાણાં ખાતે આજુ બાજુ ના ગામો માંથી મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા જેમાં બનાસકાંઠા જિલ્લા ના કિસાન મોર્ચા ના અધ્યક્ષ ટી.પી.રાજપૂત અને લાખણી ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ બબરાંભાઈ ચૌધરી અને સંસ્થા ના અધ્યક્ષ ડો.ઉદયસિંહ રાજપૂત તેમજ સ્થાનિક આગેવાનો જોડાયા હતા અને કુડા ખાતે લાખણી ભારતીય જનતા પાર્ટી ના મીડિયા સેલ ના ઇન્ચાર્જ દિનેશભાઈ કાપડી અને દિનેશભાઈ સોલંકી તેમજ લક્ષ્મણસિંહ ઝાલા અને રામજી ભાઈ દેસાઈ અને યુવાનો જોડાયા હતા.
અહેવાલ:- મુકેશ સોની લાખણી