લાખણીના ચિત્રોડા ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડતી આગથળા પોલીસ

0
19

વિદેશી દારૂ સહિત કુલ રૂ. ૩,૦૬,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત

બે પકડાયેલ આરોપી અને દારૂ ભરાવનાર સામે ગુનો દાખલ

લાખણી તાલુકાના આગથળા પીએસઆઇ પી.એન.જાડેજા સ્ટાફ સાથે સેકરા ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ધુણસોલ બાજુથી એક સીલ્વર કલરની માર્સલ ગાડી (નં.જીજે -૧૮-એએ -૧૩૯૩) ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીયરની પેટીઓ ભરી આગથળા- ડીસા હાઇવે રોડ તરફ આવનાર છે.જે બાતમી આધારે સીલ્વર કલરની માર્સલ ગાડીને રોકાવી ચેક કરતા તેમાં ગેરકાયદેસર વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂ -બીયરની પેટીઓ નંગ-૨૭ જે ( કિ.રૂ.૯૧,૨૦૦/-) મળી આવી હતી.જેથી માર્સલ ગાડી ( કિ.રૂ.૨,૦૦,૦૦૦/-) તથા મોબાઇલ ફોન નંગ-૦૩ (કિ.રૂ.૧૦,૫૦૦/-) તથા રોકડ રકમ રૂ.૫,૨૦૦/- એમ કુલ રૂ.૩,૦૬,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ઝડપાયેલા રાજસ્થાનના આરોપીઓ નિલેશકુમાર જીતેન્દ્રકુમાર મહેશ્વરી (રહે.સાંચોર શબજી મંડી પાસે બડસમ બાયપાસ રોડ તા.સાંચોર જી.ઝાલોર) અને શાંન્તીલાલ ખેરાજરામ વિશ્નોઇ (રહે.સાંચોર બી.ઢાંણી ભીનમાલ રોડ તા.સાંચોર જી.ઝાલોર) તથા દારૂ ભરાવનાર હનુમાનરામ મોહનરામ વિશ્નોઇ (રહે.સાંચોર બી.ઢાંણી ભીનમાલ રોડ તા.સાંચોર જી.ઝાલોર) વિરૂધ્ધ પ્રોહી. ક.૬૫ (એઇ),૧૧૬(બી),૯૮ (૨), ૮૧ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

અહેવાલ:- મુકેશ સોની લાખણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here