રોટરી ક્લબ પાટણ દ્વારા ડોર ટુ ડોર સફાઇ કર્મચારીઓનુ સન્માન

0
15

ગાંધી જયંતિ ની ઉજવણી ના ભાગરૂપે રોટરી ક્લબ પાટણ દ્વારા નગરપાલિકા ના ડોર ટુ ડોર સફાઇ કર્મચારીઓ પૈકી તમામ વોર્ડના વાહન ના ડ્રાઇવર અને કર્મચારીઓ ને શાલ ઓઢાડી તથા સન્માન પત્ર થી પુર્વ પ્રદેશ મહામંત્રી ભાજપ,શ્રી કે સી પટેલ સાહેબ અને નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ ની ઉપસ્થિતિ માં સન્માન કરવામાં આવ્યું
શ્રી કે સી પટેલ દ્વારા રોટરી ના આ પ્રયાસ ની સરાહના કરતાં જણાવ્યું કે નગરપાલિકા ના સુચારુ વહીવટ અને રોટરી જેવી સંસ્થાઓ ના સહકાર થી પાટણ ને હજુ વધારે રમણીય બનાવી સકીશુ. આ પ્રસંગે સ્વચ્છતા અંગે નુ સુંદર વ્યક્તવ્ય ડો ભુતડીયા સાહેબ દ્વારા આપવામાં આવેલુ તથા એકસપરિમેટલ શાળા મા રોટરી દ્વારા યોજાયેલ ચિત્ર સ્પર્ધા ના વિજેતાઓ ને ઇનામ વિતરણ રો ધનરાજ ભાઇ ઠક્કર તથા રો સોઢા સાહેબ ના સંકલન થી મહાનુભાવો ના હસ્તે આપવામાં આવ્યા હતા
સ્વાગત પ્રવચન રોટરી પ્રમુખ રાજેશ મોદી દ્વારા તથા આભાર વિધિ સેક્રેટરી શેલેષ સોની દ્વારા કરવામાં આવી
કાર્યક્રમ નુ સંચાલન કલબ ટ્રેનર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું . આસી ગવર્નર હરેશ પટેલ, રો જયરામ પટેલ, રો અશ્વિન ભાઇ જોષી, ડો દિક્ષિત, સહીત રોટરી ક્લબ ના સભ્યોની ઉપસ્થિતિ રહેવા પામી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here