રોટરી ક્લબ ઓફ રાધનપુર ના નવા હોદ્દેદારો નો પદગ્રહણ સમારોહ યોજાયો

0
3

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે આજરોજ રોટરી ક્લબ ઓફ રાધનપુર ના નવા હોદ્દેદારો નો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. રાધનપુર ખાતે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે સમારંભ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા વર્ષ ના પ્રમુખ પદે રોટેરીયન ડૉ. વસંતભાઈ ચૌધરી અને મંત્રી તરીકે કલ્પેશભાઈ ઠક્કર ની વરણી કરાઈ હતી.જેમાં અતિથિ વિશેષ તરીકે રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી, આસિસ્ટન્ટ ગવર્નર હેતલબેન ગોહિલ સહિત નાં કાર્યકરો ને શપથ લેવડાવ્યા હતા અને તમામ બોર્ડ મેમ્બર ને પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા. નવ નિયુકત સભ્યો નું બેન હસ્તક સ્વાગત પણ કરાયું હતું. રોટરી કલબ રાધનપુર ને 2022-23 માં 6 એવોર્ડ સાથે શ્રેષ્ઠ ક્લબ નો એવોર્ડ મળેલ છે.

રોટરી ક્લબ ઓફ રાધનપુર ના નવા હોદ્દેદારો નો પદગ્રહણ સમારોહ કાર્યક્રમ માં રોટરી સ્થાપક ડૉ.મહેશભાઈ મુલાણી, રેડક્રોસ પ્રેસિડેન્ટ ડૉ.નવીનભાઈ ઠક્કર, ડી.વાય.એસ.પી. ચૌધરી સાહેબ, ડૉ. પ્રવીણ ઓઝા, ડૉ ખેતસી પટેલ, કાંતિભાઈ, ઉપસ્થિત રહ્યા હતા. ડૉ.દિનેશભાઈ ઠક્કર અને કિશોરભાઈ ઠક્કર દ્વારા કાર્યક્રમ નું સફળ સંચાલન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here