રોજબરોજ ચોરીના બનાવવામાં વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

0
1

પોલીસની કાર્યવાહી ઉપર અનેક સવાલ ઉભા થતા હોય તેવું જોવા મળી રહ્યું છે.

કડીમાં દિવસેને દિવસે મોબાઈલ ચોરીના બનાવવામાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. તસ્કરો બેફામ બની તસ્કરી કરી રહ્યા છે. રાત્રિનો ફાયદો ઉઠાવીને અનેક વખત ફોન ઉપર વાતો કરતા જઈ રહેલા રાહદારીઓના હાથમાંથી ફોન ઝૂંટવી ફરાર થઈ જવાના કિસ્સા અનેક સામે આવ્યા છે. રોજબરોજ ચોરીના બનાવવામાં વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. પોલીસની કાર્યવાહી ઉપર અનેક સવાલ ઉભા થતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યાં વધુ બે મોબાઈલ ચોરીની ઘટનાઓ કડી શહેરની અંદર બનવા પામી છે. કડીના છત્રાલ રોડ ઉપર આવેલા રિયા હોન્ડાઈ વર્કશોપમાં નોકરી કરીને ઘર તરફ રિક્ષામાં બેસીને આવી રહેલી યુવતીનો ફોન બે બાઈક સવાર લઈ ફરાર થઈ ગયા હતા. જ્યાં બીજી જ ઘટના તે જ રોડ ઉપર બનવા પામી હતી. યુવક ફોન ઉપર વાતો કરતો જઈ રહ્યો હતો. ત્યારે બે બાઈક સવાર ફોન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.

કડીના જોટાણા રોડ ઉપર આવેલા મારુતિ નંદન બેમાં રહેતી જાગૃતિ કે પોતે તેના માતા-પિતા પરિવાર સાથે રહે છે અને કડીના છત્રાલ રોડ ઉપર આવેલા રિયા હોન્ડાઈ વર્કશોપમાં નોકરી કરી રહી છે. જાગૃતિ નોકરી ઉપર રિક્ષામાં અથવા પ્રાઇવેટ વાહનમાં રિયા હ્યુન્ડાઇના શોરૂમમાં જાય છે. તે દરમિયાન જાગૃતિ નોકરી પુરી કરીને પોતાના ઘરે આવવા માટે રીક્ષામાં બેસીને આવી રહી હતી. ત્યારે હિટાચી કંપની પાસે પહોંચતા રિક્ષામાં જાગૃતિ બેસી હતી અને મોબાઈલ હાથમાં હતો. તે દરમિયાન બે બાઈક સવારો તેના હાથમાં રહેલા મોબાઈલ ચાલુ રિક્ષામાં ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. જેથી યુવતીએ બુમાબુમ કરી હતી, પરંતુ બંને બાઈક સવારો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ યુવતી પોતાના ઘરે આવી હતી અને માતા-પિતાને જાણ કરતા પરિવાર સાથે કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફોન અજાણ્યા બે ઈસમો ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

છત્રાલ રોડ, કરણનગર રોડ, હાઇવે ચાર રસ્તા,નાની કડી રોડ, જેવા જાહેર રસ્તાઓ ઉપર અનેક વખત ચાલતા જતા રાહદારીઓના હાથમાંથી ફોન ઝૂંટવી ફરાર થઈ જતા બાઈક સવાર તસ્કરોના બનાવો સામે આવતા હોય છે. ત્યારે છત્રાલ રોડ ઉપર આવેલા મેલડી કૃપા સોસાયટીમાં રહેતો દિવ્યેશ કે પોતે અભ્યાસ કરી રહ્યો છે.

દિવ્યેશ પોતાના ઘરેથી નીકળીને છત્રાલ રોડ ઉપર આવેલી ચર્મકુંઠ પાસે થઈને હાઇવે ચાર રસ્તા પાસેથી ફોન ઉપર વાતો કરીતા પસાર થઈ રહ્યો હતો. ત્યારે પાછળથી આવી રહેલા મોઢા પર રુમાલ બાંધેલા બે બાઈક સવારોએ દિવ્યેશના હાથમાં રહેલો ફોન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. દિવ્યશે બુમાબુમ કરતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ યુવકે પોતાના માતા-પિતાને જાણ કરી હતી અને તુરંત જ તેઓ કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here