રેવાસ નજીક ભીલોડા થી ઇડર તરફ જતી કેયા કાર ચાલકે મોટરસાયકલ ને ટક્કર મારતા એક ને ગંભીર ઇજાઓ

0
4

ઇડર તાલુકાના રેવાસ ગામ નજીક ઇડર તરફ જતી એક કાર ગાડી નં GJ 09 BJ 1551 ના ચાલકે વસાઇ ગામ તરફથી આવતી એક મોટરસાયકલ નં GJ 01 FP 2562 ના ચાલકને ટક્કર મારતા મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઘાયલ થતા આજુબાજુના લોકો દોડી આવી મોટરસાયકલ ચાલકને ઇડર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપ્યો હતો.
સૂત્રો થી મળતી માહિતી મુજબ કાર ચાલક વિજયનગરના પરેશભાઈ પટેલ અને બાઈક ચાલક વસાઈ ગામના નરેશભાઈ રામજીભાઈ પરમાર જેઓ રેવાસ આરોગ્ય કેન્દ્ર માં નોકરી કરે છે.જેઓ ને માથા અને પગના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. બડોલી આઉટ પોસ્ટના asi વિક્રમભાઈ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here