Home BG News રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત, મધ્ય સંભાગ અભ્યાસ વર્ગ મહાકાળી નામ, પાવાગઢ તળેટીમાં...

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત, મધ્ય સંભાગ અભ્યાસ વર્ગ મહાકાળી નામ, પાવાગઢ તળેટીમાં યોજાશે

0

સંભાગ અભ્યાસ વર્ગ
( મધ્ય ગુજરાત )
મહાકાળી ધામ , પાવાગઢ તળેટી
પંચમહાલ

      રાષ્ટ્રવાદી વિચારધારા સાથે કામ કરતું ગુજરાત ના પ્રાથમિક/ માધ્યમિક શાળાઓમાં કામ કરતા શિક્ષકોના ગુજરાતના સૌથી મોટા સંગઠન ના જીલ્લા સ્તરના મુખ્ય મુખ્ય હોદ્દેદારો ના પ્રશિક્ષણ માટે ના અભ્યાસ વર્ગો ઉત્તર ગુજરાતનો અંબાજી તથા સૌરાષ્ટ્રનો જુનાગઢ ખાતે પૂર્ણ થયા બાદ તારીખ :- 8/9 જાન્યુઆરી 2022 દરમ્યાન સુરત તથા પાવાગઢ ખાતે સમાન્તર યોજાશે 
    *બે દિવસ ના ઉપરોક્ત અભ્યાસ વર્ગો માં અભ્યાસ વર્ગો નું મહત્વ, વિચારધારા, સંગઠન કાર્ય વિસ્તાર, માતૃશક્તિ નું મહત્વ, મિડિયાની ઉપયોગીતા, સ્વદેશી, પ્રશાસન સાથે કામ કરવાની પધ્ધતિ,અનુશાસન યુક્ત કાર્યપધ્ધતિ* જેવા અનેક વિષયો પર સંગઠન ના પદાધિકારીઓ તથા વિચાર પરીવાર ના વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે

ગુજરાતમાં ખૂબ ઝડપથી તમામ શિક્ષકોના પ્રશ્નો સહિત અનેક રચનાત્મક કાર્યક્રમો દ્વારા એક લાખ ચાલીસ હજાર શિક્ષક મિત્રો ની સભ્ય સંખ્યા ધરાવતું સંગઠન આગામી સમયમાં બાળક,શિક્ષણ, શાળા અને સમાજ ઉપયોગી કેવી રીતે બને એનું સામુહિક ચિંતન મંથન પણ આ અભ્યાસ વર્ગો માં થશે
બંને અભ્યાસ વર્ગોની સંપૂર્ણ કોરોના ગાઈડ લાઈન અંતર્ગત વ્યવસ્થા બંને જીલ્લા ના હોદ્દેદારો કરી રહ્યા છે

રીપોર્ટ ……………..જીતેન્દ્ર ઠાકર

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version