રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસ નિમિત્તે વ્યાખ્યાન, જૂથચર્ચા, પ્રતિજ્ઞા વાંચન, સૂત્રોચ્ચાર જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા

0
98

૨૫ જાન્યુઆરી ૨૦૨૧,
નીમા મેમોરિયલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ, રૂપપુર-ચાણસ્મા સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ચાણસ્માના રાષ્ટ્રીય સેવા યોજના અને એન.સી.સી. યુનિટના ઉપક્રમે તારીખ : ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસ નિમિત્તે વ્યાખ્યાન, જૂથચર્ચા, પ્રતિજ્ઞા વાંચન, સૂત્રોચ્ચાર જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા. આ પ્રસંગે કોલેજના ગૃહવિજ્ઞાન વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. વર્ષાબેન સી.પટેલે મતદાન એ જ મહાદાન વિષય પર મનનીય અને પ્રેરણાત્મક ઉદબોધન કરતાં કહ્યું કે વિશ્વના સૌથી મોટું બંધારણ અને લોકશાહી ધરાવતા ભારત દેશ માટે ચૂંટણીએ રાષ્ટ્રીય પર્વ છે. તેમણે કહ્યું કે સંસદીય પ્રણાલી અને લોકશાહીને જીવંત રાખવા મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. આર.એન.દેસાઈ, એન.સી.સી.ના લેફ્ટનન્ટ પ્રો. હિંમતભાઈ એસ. મુળાણી, ડૉ. રચનાબેન વર્મા અને કોલેજના સર્વે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઑફિસર ડો. જિતેન્દ્રકુમાર વી. પટેલે કર્યું.

કમલેશ પટેલ
BG NEWS
પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here