રાધનપુર સેવાભાવી યુવાને કર્યું બ્લડ ડોનેટ: યુવાને 39 મી વાર બ્લડ ડોનેટ કરી માનવતા નું ઉદાહરણ પૂરું પાડયું

0
2

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે ઠાકોર શૈલેષભાઈ ભાવાજી કે જેઓ સદારામ બ્લડ સેવા સમિતિ ખાતે સતત જોડાયેલા અને રક્તદાન સેવા ક્ષેત્રે સતત કાર્યશીલ રહેનાર યુવાને ફરી વધુ એકવાર બ્લ્ડ ડોનેશન કરી માનવતા નું ઉતમ ઉદાહરણ પૂરું પાડયું હતું. રાધનપુર ખાતે આવેલ સરકારી રેફરલ હોસ્પીટલ મા કોલી શારદાબેન પ્રવીણભાઈ સાંતલપુર ને AB+positive બ્લડ ની જરૂર પડતાં દર્દી નો શૈલેષભાઈ ને ફૉન આવ્યો હતો.જે દરમિયાન ભણસાલી બ્લડ બેંક મા AB+positive લોહિ નહીં મળતા શૈલેષભાઈ નો કોન્ટેક્ટ કરતા શૈલેષ ભાઈ એ બ્લડ ની વ્યવસ્થા કરી હતી. જેઓ પોતાનું કામ પડતું મુકી ને બહેન ને લોહી ની જરૂર જણાતા તાત્કાલિક બ્લડ ડોનેટ કરવા પહોચ્યા હતા. મહત્વનું છે કે આ યુવાને 39 મી વાર બ્લડ આપ્યુ છે..

વધુ માં શૈલેષભાઈ એ જણાવ્યું હતું કે બ્લ્ડ સેવા સમિતિ માં કાર્યરત રહી માનવ સેવા કરું છું જે મારી ફરજ છે અને જય સદારામ બાપા સર્વોદય હોસ્પિટલ ના પ્રાંગણ મા કબૂતર ના માળા માંથી તેનું બચું નીચે પડી જતાં ત્યાં અનેક કાગડા ના ત્રાસ થી બચા ને ઘાયલ કરી નાખ્યું હતું જે શૈલેષ ભાઈ જોતા જ કબૂતર ના બચા ને ઘાયલ જોઈ ડોકટર ને ફૉન કરી તેમની સલાહ પ્રમાણે તેને દવા કરી તેની જગ્યા એ માળા મા મુકી દીધું સાથે કોઈ નો જીવ બચાવવો એ આપણો ધર્મ છે એવું માનીને ચાલતા શૈલેષભાઈ રાધનપુર પંથક માં સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેને લોકોએ બિરદાવતા નજરે ચડ્યા હતા. જીવ દયા અને માનવ સેવા સમિતિ ગ્રુપ થકી ખુબજ સરસ કાર્ય કરી રહ્યા છે તેમજ સદારામ બ્લ્ડ સેવા સમિતિ માં સતત કાર્યશિલ યુવાન કે જેઓ ને એકજ ફોન આવ્યા ની સાથે પોતાનું કામકાજ પડતું મૂકીને સરકારી હોસ્પીટલ પહોચી 39 મી વાર બ્લડ આપી માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here