રાધનપુર માં વધતી જતી સફાઈ ની સમસ્યા ને લઈ ધારાસભ્ય એ રૂબરૂ સ્થળ ની મુલાકાત લીધી

0
4

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

બનાસ ગૌરવ ઇમ્પેકટ: રાધનપુર માં વધતી જતી ગટર સાફ સફાઈ નાં પ્રશ્ન ને લઇને બનાસ ગૌરવ દૈનિક માં અહેવાલ પ્રસિદ્ઘ થતાં તંત્ર સફાળું જાગ્યું ધારાસભ્ય એ વિસ્તારો ની લીધી મુલાકાત

પાટણ જિલ્લા નાં રાધનપુર માં સફાઈ નો પ્રશ્ન દિવસે ને દિવસે વધતો જાય છે. જેને લઇને શહેર નાં લોકો ને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાધનપુર વિસ્તાર માં આવેલ જે પી કુમાર શાળા તેમજ સથવારા વાસ પાસે આવેલ વઢીયાર ગોડાઉન વિસ્તારમાં ગટર તેમજ કચરા ના સ્ટેન્ડ પોસ્ટ ને લઈ થતી ગંદકી થી સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.ત્યારે આ થતી ગંદકી ના ફોટાઓ સોસીયલ મીડિયામાં વાયરલ થતાં રાધનપુર ના ધારાસભ્ય લવિંગજી સોલંકી તાત્કાલિક એક્સન મોડમાં આવી ગયા હતાં અને નગરપાલિકા ના કર્મચારી હિતેષભાઇ ચૌધરી અને સુપરવાઈઝર અર્જુન સિંહ તેમજ સેનિટેશન શાખા ના સ્ટાફ ને સાથે રાખી જે પી કુમાર શાળા વિસ્તાર તેમજ વઢીયાર ગોડાઉન વિસ્તાર ની મુલાકાત લીધી હતી.

રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી સ્થળ ની મુલાકાત લઈ પરિસ્થિતિ જોઈ ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્વારા નગરપાલિકા ના કર્મચારીઓ ને સુચના આપી તાત્કાલિક સમસ્યા નો હલ લાવવા જણાવ્યું હતું. ધારાસભ્ય મુલાકાતે આવતા વિસ્તાર ના રહીશો દ્વારા રજૂઆતો કરતાં નગરપાલિકા ના કર્મચારી હિતેષભાઇ ચૌધરી તેમજ અર્જુન સિંહ દ્વારા સમસ્યા નો જેમ બને તેમ જલ્દી નિકાલ કરવાંમાં આવશે તેમ જણાવ્યું હતું. હવે જોવાનું રહ્યું કે ધારાસભ્ય એ મુલાકાત લીધા પછી આ વિસ્તાર માં થતી ગંદકી નો નિકાલ આવે છે અને ક્યારે નિકાલ કરવામાં આવે છે એ તો આવનારો સમયજ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here