રાધનપુર: મહિલા કોંગ્રેસ દ્વારા મણીપુર ની ઘટના ને લઈને કાળી પટ્ટી ધારણ કરી રેલી કાઢી આવેદનપત્ર અપાયું: મોટી સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા

0
8

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા મણીપુર ની ઘટના ને લઈને કાળી પટ્ટી ધારણ કરી રેલી કાઢી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રેલી કાઢી તાલુકા સેવા સદન ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાધનપુર ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા મણીપુર ની ઘટના ને લઇને રેલી યોજાઈ હતી જે રાધનપુર વડપાસર તળાવથી લઇને તાલુકા સેવા સદન સુધી મહિલા કોંગ્રેસ સમિતિ આયોજિત રેલી માં ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા.મહિલાઓ પરના હિંસા અને મણીપુર માં બેશર્મી હિંસા બનેલ બનાવને પગલે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી માં જોડાયેલ મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયાબેન સોની,શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ, સમી તાલુકા પ્રમુખ,દરેક વોર્ડના મહિલા પ્રમુખ કોર્પોરેટ,રાધનપુર શહેર પ્રમુખ વિષ્ણુદાન ઝુલા, સોશિયલ ડીપાર્ટમેન્ટ કાર્યકર્તા, sc સમાજ અગ્રણી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો હાજર રહ્યા હતા.

વડપાસર તળાવ થી લઈને તાલુકા સેવા સદન સુધી રેલીમાં કાળી પટ્ટી ધારણ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી વિરોધ દર્શાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલી મણિપુર હિંસા સત્વરે બંધ થાય અને નરાધમો ને કડક સજા થાય તેમજ બેન દીકરીઓ પર આવું કૃત્ય નાં બને જેને લઇને રેલીનું આયોજન કરાયું હતું તેમજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મણિપુર બનાવને લઈને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુર ખાતે મહિલા કોંગ્રેસ સમિતિની રેલી યોજાઈ હતી. પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોની, રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન, તાલુકા પ્રમુખ સોનલબેન, સમી તાલુકા પ્રમુખ હંશાબેન પાટણ તાલુકા મહિલા પ્રમુખ કમુબેન ચૌધરી દરેક વોર્ડ મહિલા પ્રમુખઓ કોર્પોરેટરઓ રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હમીરજી રાધનપુર શહેર પ્રમુખ ડૉ વિષ્ણુ ઝૂલા, સમી તાલુકા પ્રમુખ પશાભાઇ, સંખેશ્વર તાલુકા પ્રમુખ દેવુભા, સોસીયલ ડિપાર્ટમેન્ટ કાર્યકર્તા કલ્પેશભાઈ શઁકરભાઈ ઠાકોર, જૈમિનભાઈ પટેલ sc સમાજ અગ્રણી રતિલાલભાઈ વગેરે મોટી સંખ્યામાં હોદેદારો હાજર રહ્યા હતા. મણિપુર હિંસા સત્વરે બંધ થાય અને નારાધમોને કડક માં કડક સજા થાય અને બીજી કોઈ આવી ઘટના નાં બને કે બેન દીકરી પર આવું કૃત્ય ના બને એ હેતુસર આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં લોકો રેલી મા જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here