રાધનપુર ના શેરગઢમાં વિધર્મી યુવાને મહિલા પર કરેલ હુમલા ને સખત શબ્દોમાં વખોડી વહેપારીઓ એ દુકાનો બંદ રાખી…

0
4

પાટણ જિલ્લાના રાધનપુર ના શેરગઢ મુકામે યુવતી પર વિધર્મી એ ધોળા દિવસે ઘાતક હથિયાર થી હુમલો કર્યો હતો. હુમલા કર્યા બાદ હિન્દુ સંગઠનો માં ભારે રોષ જોવા મળ્યો હતો.સમગ્ર ગુજરાત ના હિન્દૂ સંગઠનો ગત કાલે રાધનપુર ના આદર્શ વિદ્યાલય ખાતે એકઠા થયા હતા અને બનાવ ને ગંભીર માની વખોડી કાઢ્યો હતો.ગઈ કાલે યોજાયેલ મિટિંગ માં સમગ્ર રાધનપુર બંધ રાખવા નો નિર્ણય લેવાયો હતો અને મૌન રેલી કાઢી ન્યાય માટે ની માગણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હિન્દૂ સમાજ ના સંગઠનો ના નિર્ણય બાદ આજે વહેલી સવાર થી જ આખું રાધનપુર સજ્જડ બંદ જોવા મળ્યું હતું. ત્યારે હિન્દુ સંગઠનના નિર્ણય ને લઈ ને સવાર થી જ આખા જિલ્લા ની પોલીસ નો ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આમ આજે સવાર થી જ રાધનપુર શહેરની દુકાનો, ગંજ માર્કેટ,શાકભાજી ની લારીઓ સહિત સજ્જડ બંદ ના દ્રશ્યો સામે આવ્યા હતા.

આદર્શ વિદ્યાલય ખાતે હિન્દૂ સમાજ ના તમામ જ્ઞાતિઓ સાથે સંગઠિત થઇ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.12 વાગ્યા સુધી લોકો એકઠા થયા હતા ત્યારબાદ આ ઘટના ને સમગ્ર હિન્દૂ સમાજે વખોડી કાઢી હતી.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here