રાધનપુર ના કોલીવાડા કસ્તુરબા ગાંધી વિદ્યાલય દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

0
2

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ના કોલીવાડા રૂટ ઉપર એસ.ટી ડેપો દ્વારા બસ ની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.ત્યારે આ રૂટ ઉપર આવતા ગામડાઓ તેમજ સ્કૂલે અભ્યાસ માટે જતાં ધોરણ 9 થી 12 ની 95 જેટલી વિદ્યાર્થીનીઓ (છોકરીઓ)પણ આ બસ માં મુસાફરી કરે છે. જેને લઈ આ વિદ્યાર્થીનીઓ સમયસર સ્કૂલે પહોચી શકે છે. ત્યારે આ ભાઈ બહેનના પવિત્ર તહેવાર પર રક્ષાબંધન ના પાવન અવસર ને લઈને કોલીવાડા કસ્તુરબા વિદ્યાલય ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે તેમજ શિક્ષક, ગુરુપતિ લીલાબેન દેસાઈ દ્વારા આ રૂટ ના બસ ના ડ્રાઇવર ઘાંચી મહંમદ શરીફ રહેમાન ભાઈ બેઝ નો 729 તેમજ કંડકટર વસંત ભાઈ ચોધરી બેજ નો 2291 ને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here