રાધનપુર નાં યુવાનો ને નડ્યો અકસ્માત : રાધનપુર થી રાજસ્થાન જઈ રહેલા યુવાનો ને રાણીવાડા નજીક અકસ્માત નડ્યો, સ્કોર્પીયો ગાડી પલટી મારી જતાં 1 યુવક નું મોત 4 ઘાયલ

0
7

રાજસ્થાન ફરવા જઈ રહેલા રાધનપુર નાં યુવકો ને રસ્તા માં અકસ્માત નડ્યો: અકસ્માત માં એક યુવક નું મોત તો અન્ય ગંભીર ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયા

મહત્વના સમાચાર રાધનપુર થી પ્રાપ્ત થઈ રહ્યા છે .. પાટણ જિલ્લાના રાધનપુર નાં યુવાનો ને અકસ્માત નડ્યો છે. રાજસ્થાન ફરવા ગયેલા યુવકો ને રાધનપુર થી રાજસ્થાન તરફ જતા યુવાનો ને રાજસ્થાન રાણીવાડા નજીક અકસ્માત નડ્યો છે. તો મળતી માહિતી મુજબ રાધનપુર થી રાજસ્થાન જતી વખતે રસ્તા માં રાણીસરા નજીક સ્કોર્પીયો ગાડી પલટી મારી જતાં 1 યુવક નું મોત નિપજ્યું હોવાની વિગત સામે આવી રહી છે જ્યારે અન્ય 4 યુવાનો ને ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

મહત્વનું છે કે રાધનપુર થી રાજસ્થાન તરફ જતા રાણીવાડા નજીક સ્કોર્પિયો ગાડી બેકાબૂ બનતા પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નિપજ્યું હોવાની વિગત જાણવા મળી રહી છે જ્યારે ચાર યુવકો ગંભીર રીતે ઘાયલ થયાની આશંકા વર્તાઈ રહી છે. જોકે ઇજાગ્રસ્તોને રાણીવાડા સીએચસીમાં પ્રાથમિક સારવાર આપી હતી ત્યારબાદ મૃતક યુવાન અને અન્ય ઘાયલોને ગુજરાત રીફર કરાયા હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

રાજસ્થાન સુંધામાતાના દર્શન કરીને પરત ફરતી વખતે રાધનપુર નિવાસી યુવકો ને આ અકસ્માત નડ્યો છે, સુંધામાતાના દર્શન કરીને પરત ફરતી વખતે પંશેરી નજીક અકસ્માત સર્જાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. જે ઘટના ગત રાત્રી દરમિયાન થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

સ્કોર્પિયો ગાડી પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં રાધનપુર તાલુકા નાં ધોરકડા ગામનાં યુવાનો રાજસ્થાન ફરવા ગયેલા હતા જે યુવાનો ને અકસ્માત નડ્યો હતો. અકસ્માત માં એક યુવક નું મૃત્યુ નિપજ્યું છે જ્યારે બીજા યુવાનો ગંભીર ઘાયલ થયા હોવાની વિગત જાણવા મળી રહી છે. તો ઘાયલ યુવાનો ને રીફર કરી હાલ ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મૃતક યુવક આહીર મુકેશભાઈ રાધનપુર વિસ્તારનાં નિવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here