રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે અનોખા દર્શન જોવા મળ્યા: વછરાજદાદાના મંદિર ખાતે ઘોડી આરતી લેવા જાય છે

0
2

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

છેલ્લા ચાર માસથી ઘોડીની અંદર અનોખી ભક્તિ જોવા મળતા પરિવાર ઘોડીની પૂજા કરી રહ્યો છે…

આરતી સમય થતાની સાથેજ ઘોડી આરતીના ઝાલર સાંભળતા જ મંદિરે દોડી જાય છે : વછરાજદાદાનુ મંદિર વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે

ગામની અંદર અનેક મંદિરો ની અંદર આરતી પૂજા અર્ચના થાય છે પરંતુ આ ઘોડી માત્ર વછરાજદાદાના મંદિર ખાતે પહોંચે છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે રહેતા ઠાકોર ભુરાભાઈએ પોતાની રોજીરોટી માટે ઘોડી વસાવી હતી.જે પરીવાર દ્વારા લગ્નની સીઝન દરમિયાન વરઘોડામાં આ ઘોડી લઈ જતા હતા. પરંતુ છેલ્લા ચાર માસથી ઘોડીની અંદર અનોખી ભક્તિ જોવા મળતા પરિવાર ઘોડીની પૂજા કરી રહ્યો છે.પેદાશપુરા ગામ ખાતે આવેલ વછરાજ દાદા ના મંદિર ખાતે પૂજારી સાધુભાઈ દ્વારા સાંજે 6:00 કલાકે આરતી કરવામાં આવે છે.અને સમગ્ર ગામના લોકો આ આરતીમાં ભાગ લેવા જાય છે,તેવા સમયે આરતીના ઝાલર વાગવાના સમયે આ ઘોડી પોતાના માલિકના ઘરેથી એક કિલોમીટર દૂર આવેલ વછરાજદાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને મંદિરની અંદર જઈને આરતીમાં ભાગ લેશે જે જોઈને આજુબાજુ નાં ગામનાં લોકો પણ આ ઘોડી નાં દર્શનાર્થે આવી રહ્યા છે સાથે સાથે પૂજા કરી રહ્યા છે અને લોકોમાં પણ એક શ્રદ્ધા જોવા મળી રહી છે

છેલ્લા ચાર માસથી દરરોજ આરતી સમય થાય અને ઘોડી આરતીના ઝાલર સાંભળતા જ મંદિરે દોડી જાય છે. આ ગામની અંદર અનેક મંદિરો પણ આવેલા છે.સાથે દરરોજ ગામની અંદર અનેક મંદિરો ની અંદર આરતી પૂજા અર્ચના થાય છે પરંતુ આ ઘોડી માત્ર વછરાજદાદાના મંદિર ખાતે પહોંચે છે અને આરતીમાં ભાગ લઈ મંદિરે દર્શન કરે છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે આવેલ વછરાજદાદાનુ મંદિર વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે 2015 ની અંદર મંદિર નવું બનાવવામાં આવ્યું છે.આ મંદિર ખાતે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકો દર્શન કરવા આવે છે પરંતુ છેલ્લા ચાર માસથી આરતીના ટાઇમે ઘોડી આરતી લેવા આવે છે જેને લઈને લોકોની અંદર પણ એક અલગજ પ્રકારની શ્રદ્ધાઓ ઉત્પન્ન થઈ રહી છે.લોકો ઘોડીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ઘોડી નાં માલિક પણ ઘોડીની પૂજા કરી રહ્યા છે ગામના લોકો ઘોડીની અંદર દેવી દેવતા નું સ્વરૂપ માની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here