રાધનપુર તાલુકાના ઓધવનગર ગોઢ કેનાલ પાસે ખાનગી હાટડી ચલાવતો દવાઓ સાથે બોગસ ડોકટર ઝડપી પાડતી પાટણ એસ.ઓ.જી પોલીસ…

0
59
હારીજ તેમજ સમી પંથક માં તથા ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા તાપસ કરવામાં આવે તો લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તથા કોઈ પણ જાતની ડીગ્રી વગર ના બોગસ મુન્નાભાઈ સકંજામાં આવી શકે તેમ છે….પણ કોણ જાણે આવા જુઠા ડોકટરો પર કોની મહેરબાની કોના આશીર્વાદ ????
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ઓધવનગર ગોઢ ગામેથી એક રૂમની અંદર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર ને પાટણ એસઓજી પોલીસે રેડ કરી એલોપેથિક દવાઓ સાથે ઇન્જેક્શનો અને અન્ય સાધનો સાથે પકડી પાડી રાધનપુર પોલીસ ને હવાલે કરી આગળની કાર્યવાહી કરવા માટે સોપવામાં આવેલ છે આ મુન્નાભાઈ કેટલાય સમયથી બોગસ ડોક્ટર બની હોસ્પિટલ ચલાવતો હતો ત્યારે પાટણ એસપી ની સુચના મુજબ પાટણ એસ.ઓ.જી.એ રેડ કરી બોગસ ડોક્ટર નિરાશી ઠાકોર ચંદુભાઈ કુલ ૪૪ હજાર રૂપિયાની એલોપેથિક દવાઓ સાથે પોલીસે પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડ કરી આ પસાત વિસ્તારની અંદર આવા બોગસ ડોક્ટરો ઠેરઠેર દવાખાના ની હાટડીઓ માડી ને બેઠા છે ત્યારે તંત્ર આ એક જ બોગસ ડોક્ટર સામે કાર્યવાહી કરશે કે અન્ય ડોક્ટર સામે લાલ આંખ કરશે તે આવનારો સમય બતાવશે….

કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here