રાધનપુર ખાતે આવેલ સર્વોદય આંખ ની હોસ્પિટલ મા મફત નેત્રયજ્ઞ યોજાયો….

0
1

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર આવેલ માણેકલાલ નાથાલાલ વખારિયા સર્વોદય આંખ ની હોસ્પિટલ ખાતે ભવ્ય ફ્રી મફત નેત્રયજ્ઞ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.રાધનપુર ખાતે આવેલ સર્વોદય આંખની હોસ્પિટલ ખાતે મફત નિદાન કરી મોતિયાના ઓપરેશન કરવામા આવ્યા હતા. જેમાં વિસ્તારના અનેક દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પ અંતર્ગત રાધનપુર તાલુકાના છેવાડા ગામડાથી લઈને સ્થાનિક લોકો તેમજ તાલુકાના અનેક ગામડાના ભાઈઓ તથા બહેનોએ કેમ્પનો લાભ મળ્યો હતો.યોજાયેલ મફત નેત્રયજ્ઞ માં દર્દીઓને જમવા અને રહેવા માટે પણ હોસ્પિટલ મા સગવડ કરી આપવામાં આવી હતી.

રાધનપુર સર્વોદય આંખની હોસ્પિટલ ખાતે યોજાયેલ નેત્રયજ્ઞ કેમ્પ ને સફળ બનાવવા ઉપસ્થિત માનદ મંત્રી રાયચંદભાઈ ઠકકર, ડૉ.સોનાલીબહેન પટેલ, દાનસંગભાઇ ઠાકોર, વર્સંગભાઈ પાવરા, મોમજિભાઈ રાવળ, શૈલેષભાઇ ઠાકોર,મેહુલભાઈ ઠાકોર અને દેવશીભાઈ ઠાકોર વગેરે કાર્યકરો ઉપસ્થિત રહી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ કેમ્પને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here