રાધનપુરમાં અકસ્માતને આમંત્રણ આપતો રોડ બન્યો, રસ્તાની વચ્ચોવચ્ચ વીજ થાંભલાઓ આવતા હોવા છતાં રોડ બની ગયો

0
2

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

રાધનપુર રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી આવી સામે: રોડ વચ્ચે આવતા વીજપોલ હટાવ્યા વગર જ કામગીરી કરતા અનેક સવાલો

કોન્ટ્રાક્ટ ની ઘોર બેદરકારી અને રાધનપુર સતાધીશો નો અણઘડ વહીવટી, ઘાંચી વાસમાં બનાવતા રોડના દૃશ્યો

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઘાંચી વાસમાં બનાવતા રોડ માં કોન્ટ્રાક્ટ ની બેદરકારી સામે આવી છે. રોડની કામગીરી પહેલા નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે કેમ એ મોટો પ્રશ્ન ઊભો થયો છે. કેમ કે જો રોડની કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવ્યું હોય તો ચોક્કસ વીજપોલ હટી ગયો હોય પરંતુ કોન્ટ્રાક્ટ એ ફક્ત રોડ બનાવવા પૂરતો જ બનાવ્યો હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. વીજપોલહટાવ્યા વગર રોડ બનાવી નાખ્યો છે.રાધનપુરના ઘાંચી વાસમાં રોડ બની રહ્યો હતો જેમાં કોન્ટ્રાક્ટ અને પાલિકાના સત્તાધીશોની બેદરકારી સામે આવી છે.રસ્તા વચ્ચે વીજપોલ હોવાથી અકસ્માત સર્જાય શકે છે અને વીજપોલ નાં કારણે ફોર વ્હીલર પસાર કરવામાં મુશ્કેલી થઈ સકે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજ કંટ્રકસન દ્વારા થઈ રહેલી કામગીરીમાં ઘોર બેદરકારી સામે આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આમાં કોન્ટ્રાક્ટર ની ગંભીર બેદરકારી કહો કે રાધનપુર સતાધીશો નો અણઘડ વહીવટી કેમ કે આ પ્રશ્ન રાધનપુરમાં હાલ એટલો ચગી જવામાં આવ્યો છે કે વિસ્તારના લોકો હાસ્ય સાથે કૉમેન્ટ કરતા નજરે ચડી રહ્યાં છે.

આ કામગીરી ને લઇને જોઈએ તો સુ કોન્ટ્રાક્ટ દ્વારા આ જગ્યાનું નિરીક્ષણ નહોતું કર્યું ..!! કોન્ટ્રાક્ટ એ માત્ર બનાવવા માટે રોડ બનાવી દીધો.!! વગેરે સવાલો ઊભા થઈ રહ્યા છે. તો આ બાબતે સ્થાનિકો માં પણ રોષ ભભૂકી ઉઠયો છે.કોન્ટ્રાક્ટ ની ગંભીર બેદરકારી ને લઇને અનેક વચ્ચે તર્ક વિતર્કો સર્જાયા છે. આ બાબતે રાધનપુર નગર પાલિકા ચીફ ઓફીસર કહ્યું કે આ વીજ પોલ ઝડપથી હટાવી લેવામાં આવશે જીઇબી માં જાણ કરાઈ છે. પરંતુ સુ પહેલા થી જે નિરીક્ષણ કરી રોડનું કામકાજ કરવું જોઈએ જીઇબી ને જાણ કરવી જોઈએ લેખીત આપવું જોઈએ આ સતાધીશો કે કોન્ટ્રાકટર ને ખબર નથી કે પછી બનાવવા પૂરતો રોડ બનાવ્યો હતો વગેરે સવાલો જનતા કરી રહી છે.

વધુમાં જોઈએ તો ઘાંચી વાસમાં બની રહેલા રોડ પર અવર નવાર વાહનો પસાર થતાં હોઈ છે અને રોડ વચ્ચેજ વીજપોલ હોવાથી વાહન ચાલકો ને પણ મુશ્કેલી થઈ શકે છે. જગ્યા જોઈએ તો અહીંયા ફોર વ્હીલર બિલકુલ નાં નીકળી સકે તેવા દ્રશ્યો સર્જાયા છે.ત્યારે નગર પાલિકા દ્વારા સ્થાનિક કોન્ટ્રાક્ટરની જગ્યા એ બહારના લેવાયેલા કોન્ટ્રાક્ટ ને કામગીરી અપાતી હોવાનાં આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.સ્થાનિકો એ રાજ કોન્ટ્રાક્ટ દ્વારા થઈ રહેલી કામગીરી ની યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here