રાધનપુરના વડ પાસર તળાવ માથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી…

0
16

પોલીસ દ્વારા અજાણી લાશનું પંચનામુ અને પીએમ કરાવી લાશને ધારપુર હોસ્પિટલ નાં કોલ્ડ સ્ટોરેજ મોકલી આપી..

પાટણ તા.૨૦
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વડ પાસર તળાવમાં બુધવારના રોજ કોઈ અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાનું ધ્યાને આવતા લોકો નાં ટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતા તો આ બાબતે રાધનપુર પોલીસ ને જાણ કરાતા પોલીસે ધટના સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાઓ ની મદદથી લાશને બહાર કાઢી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી લાશને કોલ્ડ સ્ટોરેજ માટે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વડપાસર તળાવમાં કોઈ અજાણ્યા પુરૂષની લાશ તરતી હોવાનું માગૅ પરથી પસાર થતા રાહદારીઓ નાં ધ્યાનમાં આવતાં પોલીસ ને જાણ કરાતા પોલીસે ધટના સ્થળે દોડી આવી અજાણી લાશને સ્થાનીક તરવૈયાઓ ની મદદથી બહાર કાઢી લાશની ઓળખ વિધી માટે તપાસ હાથ ધરી હતી પરંતુ લાશ ની ઓળખ ન થતાં પોલીસે લાશનું પંચનામુ કરી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી જ્યાં સુધી લાશની ઓળખ વિધી ન થાય ત્યાં સુધી લાશને ધારપુર હોસ્પિટલ નાં કોલ્ડ સ્ટોરેજ માં રાખવા માટે લાશને ધારપુર હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે તો રાધનપુરના વડ પાસર તળાવ માથી મળેલી અજાણ્યા પુરૂષની લાશ ને લઈ લોકો નાં ટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here