રાધનપુરના લોટીયા ગામના નિરાધાર વૃદ્ધ તેજીમાને નાનું મકાન બનાવી આપ્યું: બિપરજોય વાવાઝોડા દરમિયાન છાપરું ધ્વસ્ત થઈ ગયું હતું

0
1

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

વિચરતા સમુદાય સમર્થન મંચ અને દાતાની મદદથી 1,15,000 ખર્ચથી પાક્કું મકાન બનાવી આપવામાં આવ્યું

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટીયા ગામ ખાતે છાપરું બાંધી ને રહેતા તેજીમાં નામના વૃદ્ધ માજીનું અગાઉ આવેલ બીપોરજોય વાવાઝોડા દરમિયાન તેજીમાં નું છાપરું ઉડી ગયું હતું . જેના અનુસંધાને બીજા ને ઘરે માજીને આશરો લેવો પડ્યો હતો.ત્યારે લોટીયા ગામના આગેવાન બજાણીયા બાબુભાઇ એ વિચરતા સમુદાય સમર્થન મંચ ના પાટણ જિલ્લાના કાર્યકર મોહનભાઈ બજાણીયા નો સમ્પર્ક કરીને આ વિષય પર જાણ કરી હતી.જે બાદ વિચરતા સમુદાય સમર્થન મંચ અને દાતાશ્રી ની મદદથી 1,15,000 એક લાખ પંદર હજાર ખર્ચ ને નાની ઓરડી બનાવી આપવામાં આવી હતી. નાની ઓરડી ની ચાવી વિચરતા સમુદાય સમર્થન મંચ ના ફાઉન્ડર મિત્તલબેન પટેલ ના વરદ હસ્તે આપવામાં આવી હતી. નાની ઓરડી ની ચાવી મળતાની સાથેજ લોટિયા ગામનાં તેજીમાંએ હરખ ની લાગણી અનુભવી હતી અને મિત્તલબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે વિચરતા સમુદાય સમર્થન મંચ ના ફાઉન્ડર મિતલબેન પટેલ અને વિચરતા સમુદાય સમર્થન મંચ ના પાટણ જિલ્લા ના કાર્યકર મોહનભાઈ બજાણીયા અને શંકરભાઈ બજાણીયા અને ખોડાભાઈ બજાણીયા અને લોટીયા ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here