રાધનપુરના યુવાનનું બિહારમાં શહીદ ભગતસિંહ રાષ્ટ્રિય સન્માન એવોર્ડથી સન્માન કરાશે

0
3

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

પાટણ જિલ્લા નાં રાધનપુર નાં ઠાકોર સમાજના યુવાન શૈલેષ ભાવાજી ઠાકોરનું બિહારના ગયા શહેરમાં તા.20 ઓગસ્ટના રોજ શહીદ ભગતસિંહ રાષ્ટ્રિય સન્માન 2023 એવોર્ડથી સન્માન કરવામાં આવનાર છે.શૈલેષજી ભાવાજી ઠાકોર છેલ્લાં બાર વરસથી સદારામ બ્લડ સેવા સમિતિના માધ્યમથી રક્તદાન ક્ષેત્રે સેવા આપી રહ્યા છે અને પોતે 38 વખત બ્લડ ડોનેશન કરેલ છે.

પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે છેલ્લા 5 થી વધારે સદારામ બ્લડ સેવા સમિતિ સાથે અને સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા ઠાકોર શૈલેષભાઈ જે જેઓ સતત સેવાકીય પ્રવૃત્તિમાં હર હંમેશ ખડે પગે રહેનારા અને બિપરજોય વાવાઝોડા દરમિયાન અમૂલ્ય સેવા આપનાર રાધનપુર વિસ્તાર નાં ગ્રામ્ય વિસ્તારો થી આવતા ગરીબ પરિવારો કે જેઓ ને બ્લડ ની જરૂર જણાતા ઠાકોર શૈલેષભાઈ નો કોન્ટેક્ટ કરતા તાત્કાલિક બ્લડ ની સેવા આપે છે.જે માનવતા નું ઉતમ ઉદાહરણ પૂરું પાડયું છે. જે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા યુવાન નું બિહાર માં શહીદ ભગતસિંહ રાષ્ટ્રિય સન્માન એવોર્ડ થી સનમાન કરાશે જેને લઇને ઠાકોર સમાજ સહિત શહેરીજનો અભિનંદન પાઠવ્યા હતા. મહત્વનું છે કે શૈલેષ ભાઈ એ સદારામ બ્લ્ડ સેવા સમિતી માં સેવા આપી રહ્યા છે અને પોતે પણ 38 વખત બ્લડ ડોનેશન કરીને માનવતા નું ઉતમ ઉદાહરણ દર્શાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here