રાધનપુરના નાગોરી વાસની મહિલાઓએ પાણી અને સફાઈના મુદ્દે પાલિકામાં હંગામો મચાવ્યો…

0
4

વિસ્તારની સમસ્યાનો તાત્કાલિક નિરાકરણ લાવવા મહિલાઓની ઉગ્ર રજૂઆત..પાલિકા સત્તાધીશો દ્વારા તપાસ કરી યોગ્ય કરવાની ખાત્રી અપાઇ…પાટણ તા.4છેલ્લા કેટલાક સમયથી રાધનપુર નગરપાલિકા ચર્ચાના ચકડોળે ચઢી છે ત્યારે શનિવારના રોજ રાધનપુરના નાગોરી વાસની મહિલાઓએ પાણીના મુદ્દે નગરપાલિકા કેમ્પસમાં મચાવતા અફરાતફરી મચી જવા પામી હતી.આ બાબતે મળતી વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી રાધનપુર નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને લઈને શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે તો કેટલાક વિસ્તારોમાં અનિયમિત અને અપૂરતા પાણી મળતું હોવાની બુમરાણ ઉઠવા પામી છે ત્યારે શહેરના નાગોરીવાસ માં છેલ્લા કેટલાક સમયથી પાણી ની રામાયણ સાથે સફાઈ નાં અભાવના પગલે વિસ્તારના રહીશો મુશ્કેલી ભોગવી રહ્યા હોય જે બાબતે પાલિકા તંત્ર નું અનેક વખત ધ્યાન દોરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવતા આખરે શનિવારના રોજ આ વિસ્તાર ની મહિલાઓએ પાલિકા કેમ્પસમાં આવી હંગામો મચાવતાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.રાધનપુરના નાગોરી વાસની મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા પાલિકાના સત્તાધીશોને તાત્કાલિક ધોરણે આ વિસ્તારની સફાઈ કામગીરી અને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.આ બાબતે પાલિકાના સત્તાધીશોએ મહિલાઓને સમસ્યા ની તપાસ કરી યોગ્ય કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here