રાણાવાસ ની સીમમાં જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગંજીપાના વડે જુગાર રમતા સાત ઇસમોને રૂા. ૨૦,૩૦૦ /- મુદ્દામાલ સાથે પકડી પાડતી અમીરગઢ પોલીસ

0
9

સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા બનાસકાંઠા-પાલનપુર, પોલીસ અધીક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ જુગારના વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ.શ્રી કુશલ ઓઝા નાઓના માર્ગદર્શન તળે તથા અમીરગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.એન.પટેલ નાઓની રાહબરીમાં અમીરગઢ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.💫 આજ રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના અ.હેડ.કોન્સ મુકેશભાઇ પરથીભાઇ તથા અ.હેડ.કોન્સ હીતેશભાઇ નાગજીભાઇ તથા અ.પો.કો ધરમપાલસીહ જનકસીહ તથા અ.પો.કોન્સ. દિનેશજી અજમલજી તથા અ.પો.કો વિનયકુમાર લક્ષ્મણભાઇ તથા અ.પો.કો મયંકભાઇ હેમરાજભાઇ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા-ફરતા રાણાવાસ ગામે આવતા અ.પો.કો ધરમપાલસીહ જનકસીહ નાઓ ને મળેલ ખાનગીરાહે બાતમી હકિકત આધારે રાણાવાસ ની સીમમાં મોબાઇલ લાઇટના અજવાળામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા છ ઇસમોને રોકડા રૂા. ૧૨,૮૦૦/- તથા મોબાઇલ નંગ-૩ ,કિં.રૂા. ૭,૫૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨, કિં.રૂા.૦૦/- એમ કુલ કિં.રૂા. ૨૦,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.💫 પકડાયેલ આરોપીઓ :- (૧) શ્રવણસિહ બાદરસિહ ડાભી રહે-કીડોતર તા- અમીરગઢ (૨) દેવેન્દ્ર સ/ઓ રમેશભાઇ ઠક્કર રહે- રણાવાસ તા- અમીરગઢ (૩) અતુલભાઇ નરસિહભાઇ જાતે- ઠક્કર રહે- પાલનપુર લક્ષ્મીપુરા (૪) દેવુસિહ લક્ષ્મણસિણ ચૌહાણ રહે-રણાવાસ તા-અમીરગઢ (૫) વિક્રમસિહ લેખસિહ ચૌહાણ રહે-રણાવાસ તા- પાલનપુર (૬) ભુપતસિહ મણીસિહ ચૌહાણ રહે-રણાવાસ તા- પાલનપુર (૭) મનિષકુમાર મફતલાલ ઠક્કર રહે-પાલનપુર નવજીવન સોસાયટી તા- પાલનપુર

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here