રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના વરદ હસ્તે જુના તાજપુરા ગામ, હાલોલ ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું

0
8

કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના વરદ હસ્તે આજે જુના તાજપુરા ગામ, વાંસેતી પંચાયત, હાલોલ ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એલેમ્બિક સી.એસ.આર ફાઉન્ડેશન દ્વારા રૂ. ૨૦ લાખથી વધુના ખર્ચે આ કેન્દ્રનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.

આ સાથે દ્વારા કુપોષણ દૂર કરવાના અભિયાન તરીકે ચાલી રહેલ ‘પ્રોજેક્ટ સુપોષણ’ અંતર્ગત મંત્રીશ્રીએ રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી ચેતના રથને ફ્લેગ ઓફ કરાવી શુભારંભ કરાવ્યો હતો. આ ચેતના રથ હાલોલ તાલુકાના ૧૫ ગામોના અંદાજે ૧૭૦૦ જેટલા લાભાર્થીઓને પોષણને લગતા વિવિધ સંદેશાઓ પહોચાડવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ નવનિર્મિત આંગણવાડી સંદર્ભે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેનો મહત્તમ લાભ ઉઠાવવા તેમજ સરકાર દ્વારા અમલીત પોષણસંબંધી યોજનાઓના હેતુ, ઉદ્દેશ્ય અને ફાયદાઓ વિશે સમજણ આપી પોષણ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. સરકાર મહિલાઓ અને બાળકોમાં પોષણની સ્થિતિ સુધારી એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવા તેમજ પરિવારોનું આરોગ્યલક્ષી ખર્ચામાં ઘટાડો કરવા કટિબદ્ધ છે તેમ ઉમેર્યું હતું. એલેમ્બિક ફાઉન્ડેશનના સી.એસ.આર. હેડ સંજયભાઈ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે “ફાઉન્ડેશનના કાર્યક્ષેત્રના હાલોલ સ્થિત ૧૫ ગામોની ૧૪ આંગણવાડી કેન્દ્રોના અંદાજે ૧૭૦૦ બાળકો, કિશોરીઓ, સગર્ભા તથા ધાત્રીમાતાઓને ‘પ્રોજેક્ટ સુપોષણ’નો સીધો લાભ મળશે. તેમણે સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત ICDS કચેરીની સાથે રહી ગ્રાસરૂટ લેવલ પર સિસ્ટમને વધુ મજબૂત બનાવવા અને આ વિસ્તારમાં કુપોષણ તથા એનેમિયાના સ્તરમાં સુધાર લાવવાની કામગીરીના આયોજન વિશે જણાવ્યું હતું. કાર્યક્રમમાં ૪ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, આંગણવાડી કાર્યકર્તા બહેનો તથા સભ્યો અને એલેમ્બિક ફાઉન્ડેશનની સી.એસ.આર. ટીમ ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી.પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here