રાજ્ય કક્ષા કલા મહાકુંભ ગાયન સ્પર્ધામાં દાહોદ જિલ્લાની સુશ્રી મેઘાબેન યાદવે શાસ્ત્રીય કંઠય સંગીત સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું

0
7

દાહોદ, તા. ૮ : દાહોદ જિલ્લાની સુશ્રી મેઘાબેન યાદવે શાસ્ત્રીય કંઠય સંગીતની કલા મહાકુંભ રાજ્ય કક્ષાની ગાયન સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. નડીયાદમાં આયોજિત આ રાજ્ય કક્ષાની સ્પર્ધા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર સંચાલીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી નડીયાદ દ્વારા આયોજન કરાયું હતું.મોબાઇલ ટુ સ્પોર્ટ્સ અંતર્ગત કલા મહાકુંભ રાજ્ય કક્ષાની ગાયન સ્પર્ધા નડીયાદ મુકામે ગત તા.૨૭/૦૮/૨૦૨૧ ના રોજ યોજાઇ હતી. જેમા દાહોદ જિલ્લાની સુશ્રી મેઘાબેન યાદવ દ્વારા શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિંદુસ્તાની) મા ૧૫ થી ૨૦ વર્ષના વય ગૃપમા ભાગ લઇ અને રાજ્યામાં ત્રીજુ સ્થાન મેળવીને દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. તેઓએ શાસ્ત્રીય સંગીતની તાલીમ દાહોદના પ્રખ્યાત સંગીતાચાર્ય શ્રી કપીલભાઇ ત્રીવેદી દ્વારા મેળવ્યું છે.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ..દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here