રાજ્ય કક્ષાએ ઝળકી આદર્શ વિદ્યાલય, વિસનગર

0
12


રાજ્ય કક્ષાએ યોજાયેલ અંડર-19 હેન્ડબોલ સ્પર્ધામા મહેસાણા જિલ્લાની ટીમ વતી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના 4 ખેલાડી ભાઈઓએ અને કડીના 8 ખેલાડી ભાઈઓએ ભાગ લીધો હતો. જેમાં મહેસાણા જિલ્લાની ટીમ અંડર-19 રાજ્ય કક્ષાની શાળાકીય હેન્ડબોલ ભાઈઓની સ્પર્ધામા ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તથા રાજ્ય કક્ષાની શાળાકીય અંડર-19 હેન્ડબોલની સ્પર્ધામાં બહેનોની ટીમે ચોથો નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ હતું. જેમાં આદર્શ વિદ્યાલયની 4 વિદ્યાર્થિનીઓ અને કડીની 4 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
રાજ્ય કક્ષાએ આદર્શ વિદ્યાલયનું ગૌરવ વધારવા બદલ શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વી.જી. ચૌધરી, અન્ય હોદ્દેદારોશ્રીઓ તથા શાળાના પ્રિન્સિપાલ, ટીમને તૈયાર કરનાર શાળાના વ્યાયામ શિક્ષકશ્રી રમેશભાઇ ચૌધરી, ટીમના કોચ અને ટ્રેનરએ અભિનંદન પાઠવ્યા હતા.

રીપોર્ટ,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here