Home BG News રાજ્યમાં સૌ પ્રથમવાર વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી સંપૂર્ણ શક્તિપીઠના દર્શનનો લાભ લેતા માઈ...

રાજ્યમાં સૌ પ્રથમવાર વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી સંપૂર્ણ શક્તિપીઠના દર્શનનો લાભ લેતા માઈ ભક્તો

0

અંબાજી, સંજીવ રાજપૂત: આરાસુરીની ગીરિકાંદરાઓ જય અંબે ના ઘોષથી ગુંજી રહી છે ત્યારે લાખો માઈ ભક્તો જગત જનની માં અંબાનાં દર્શનનો લાભ લઈ રહ્યા છે પરંતુ જોજનો કિલોમીટર કાપીને દર્શને આવતા માઈ ભક્તો શક્તિપીઠનાં દર્શન કરીને પરત ફરે છે પરંતુ ગબ્બર દર્શનનો લાભ લઈ શકતા નથી ત્યારે આ વખતે હાઈ ટેક સુવિધાથી સજ્જ ભાદરવી મેળામાં નવી VR Live સુવિધા ઊભી કરવામાં આવી છે.


VR Live ના ફાઉન્ડર અર્થ અને આયુષી જણાવે છે કે, ગુજરાતમાં પ્રથમવાર અંબાજી ખાતે માઈભક્તો સમગ્ર અંબાજીનો દર્શનનો લાભ લઈ શકે તે માટે વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજીના માધ્યમથી ૫૧ શક્તિપીઠના મૂળ દશ મંદિર, માતાજીની આરતી, માતાજીની અખંડ જ્યોત, ઝૂલો અને માતાજીના રથનો સાક્ષાત્કાર કરી શકે છે. ડ્રોનનાં માધ્યમથી 360 વર્ચ્યુઅલ રિયાલિટી એન્ગલથી લેવાયેલા આ દ્રશ્યો ભકતોને નવીજ અનુભૂતિ કરાવે છે.
કર્ણાટકના હાવેરી જિલ્લામાંથી પ્રથમવાર જ આવેલા નાગભૂષણ હલઘેરી પોતાનો અનુભવ વર્ણવતા જણાવે છે કે,VR Live ના માધ્યમથી સમગ્ર અંબાજીનો નિહાળવાનો લ્હાવો મળ્યો જે અદ્ભુત છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version