રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 1200 કરોડના ખર્ચે પાઈપલાઈનને મંજુરી આપતાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી .

0
2

ડીસા તાલુકાના તમામ તળાવો ભરાશે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું…

બનાસકાંઠાના ખેડૂતોનો પ્રાણપ્રશ્ન પાણીની સમસ્યા નિવારવા ભાજપ સરકાર પ્રયત્નશીલ છે. જળના સ્તર ઉંચા લાવવા ભૂગર્ભ જળ બચાવવા, વહી જતા જળ રોકવા ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી સહિત થરાદ, દિયોદર, ધાનેરાના ધારાસભ્યશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.કડાણાથી થરાદના રાહ પહોંચતી સુજલામ સુફલામ નહેરમાં રાહ સુધી ૧૦૦૦ક્યુસેક પાણી પહોંચાડવાની કામગીરી પ્રગતિના પંથે છે.ત્યારે ડીસાના લોકપ્રિય ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી દ્વારા પાણીના પ્રશ્નને પ્રધાન્યતા આપી ભગીરથ પ્રયાસો આદરાયેલ જેને સરકારશ્રી એ સિદ્ધાંતિક મજૂરી આપેલ છે. જે સંદર્ભે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પત્રકાર પરિષદને સંબોધન કરી જણાવ્યું હતું કે ચાંગા-દાંતીવાડા અને થરાદ-છીપુ પાઇપલાઇનનું કામ ચાલુ છે. ત્યારે વચ્ચેના પટ્ટા ના ગામોને સમાવવા અને સમસ્યાઓને સંકલન થકી નિવારવા પ્રયત્નશીલ મુખ્યમંત્રીશ્રી ભુપેદ્રભાઈ પટેલ અને મંત્રીશ્રી કુંવરજી બાવળીઆ એ દિયોદર તાલુકાના વડિયા ગામથી પશ્ચિમીભાગોના ગામોને નર્મદા કેનાલ કમાંડ એરિયામાં સમાવિષ્ટ કરી શકાય તેની પ્રક્રિયા હાથ ધરવા. અંદાજીત ૧૨૦૦ કરોડના ખર્ચે કામગીરીની સિદ્ધાંતિક મજૂરી આપેલ છે.નર્મદાની મુખ્ય કેનાલ થી થરાદ,દિયોદર, ડીસા,ધાનેરાના૧૩૨ ગામો જોડાશે. વડીયાથી ડીસાના ઝેરડાના ગુલાબસાગર તળાવ સુધી પાઇપ લાઇન નાખી ત્રણ કિ. મી. સુધીની ત્રીજીયામાં આવતા તમામ તળાવો ભરવામાં આવશેબોર બનાવી રિચાર્જ કરવાની કામગીરી થશે.જેનાથી ખેડૂતો સમૃદ્ધ બનશે તેવો આશાવાદ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા વ્યક્ત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here