રાજસ્થાન માં વરસાદના પગલે વહેલી સવારે નદીમાં અચાનક વધુ પાણી આવી જતા એક દંપતિ ફસાઈ જતા પ્રશાસન ની ટીમે સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરી બહાર નીકળ્યા

0
3

આબુરોડ…

પ્રશાસનની ટીમે સ્થાનિક લોકોની મદદથી હોડી દ્વારા સતત ચાર કલાકની મહેનત બાદ વૃદ્ધ દંપતીને રેસ્કયુ કરી નીકળ્યા

રાજસ્થાનમાં વરસાદના પગલે બનાસનદી બે કાંઠે વહેવા લાગી છે આજે વહેલી સવારે નદીમાં અચાનક વધુ પાણી આવી જતા ફસાઈ ગયેલા એક દંપતિ ને પ્રશાસન ની ટીમે સ્થાનિક લોકોની મદદથી હોડી દ્વારા સતત ચાર કલાકની મહેનત બાદ વૃદ્ધ દંપતીને રેસ્કયુ કરી સહી-સલામત બહાર નીકાળ્યા હતા. રાજસ્થાનના ઉપરવાસમાં સતત બે દિવસથી વરસાદ પડ્યો છે. વરસાદના પગલે રાજસ્થાની બનાસ નદીમાં પણ ઘોડાપુર આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે વહેલી સવારે અચાનક નદીમાં વધુ પાણી આવી જતા એક વૃદ્ધ દંપતી પણ ફસાઈ ગયો હતું. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને સ્થાનિક અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણીનો પ્રવાહ વધતા આ વૃદ્ધ દંપતી કલાકો સુધી એક માત્ર ઝાડ ના સહારે જે બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અધિકારીઓએ પણ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી હોળી, દોરડા સહિતની ચીજવસ્તુઓ વડે સતત ચાર કલાક સુધી ભારે જહેમત બાદ આ વૃદ્ધ દંપતીને સહી-સલામત બહાર નીકાળવામાં સફળતા મળી હતી.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here