રાજપુર ગામે બ્રહ્માણી માતાજીની સમૂહ ટોપલા ઉજાણી યોજાઈ

0
11

પાટણ તા.20પાટણના રાજપુર ગ્રામજનો દ્વારા બ્રહ્માણી માતાજી ની ટોપલા ઉજાણી યોજાઈ હતી. અને ગામની સુખ શાંતિ અને સમૃધ્ધિ માટે ગામ પાદરે તોરણ બાંધી દૂધની ધારવણી કરી ગામને સુરક્ષા કવચ માટે સુતારના ધાગા ગામ ફરતે બાધવા માં આવ્યા હતા પાટણ ચાણસ્મા રોડ પર આવેલ રાજપુર ગામમાં આવેલ બ્રહ્માણી માતાજીના મંદિર પરિસર માં ભાદરવા સુદ ચૌદશને રવિવારે માતાજીની ટોપલા ઉજાણી યોજાઈ હતી.ગામના દરેક મહોલ્લાના લોકો સમૂહ માં પોત પોતાના ઘરે મહિલાઓ ખીચડી લાડવા અને ઘી ટોપલામાં મૂકી વારાફરતી ઢોલ ના તાલે વાજતે ગાજતે માથા પર ટોપલા લઈ માતાજીના મંદિરે પહોંચી નિવેધ કરી પ્રસાદનું વિતરણ કરી ધન્યતા અનુભવી ટોપલા ઉજાણી કરી હતી .ગામદેવી દેવતાઓના આશિવાદ રુપે દુધ ની ધારવણી સાથે સુતરના ધાગા થી ગામ ફરતે સુરક્ષા કવચ બાધવા મા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here