રસીકરણ મહા અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળતા જાહેર આભાર માનતા મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન

0
15

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ઉપક્રમે આયોજિત કોરોના રસીકરણ મહા અભિયાનમાં રાત દિવસ મહેનત કરનાર આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ – કર્મચારીશ્રીઓ , આશા અને આશા ફેસીલીટર બહેનો , આંગણવાડી વિભાગના બહેનો , ઉપરાંત શિક્ષણ વિભાગ , મહેસુલ વિભાગ , ખેતીવાડી વિભાગ , પશુપાલન વિભાગ , પોલીસ વિભાગ , રેવન્યુ વિભાગ , પંચાયત વિભાગ વગેરે જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીશ્રીઓ – કર્મચારીશ્રીઓ ઉપરાંત પત્રકારશ્રીઓ તેમજ મોરબી જીલ્લાના તમામ ગામોના સરપંચશ્રીઓ , પદાધિકારીશ્રીઓ , વિવિધ સંગઠનના પદાધિકારીશ્રીઓ તેમજ કાર્યકરો તથા વિવિધ ક્ષેત્રોના આગેવાનશ્રીઓ ઉપરાંત મોરબી જિલ્લાના કોરોના રસીકરણ મહા અભિયાનને સફળ બનાવવા સામેલ થયેલ તમામ સહભાગીશ્રીઓ … આપના દ્વારા આ મહાન સેવાયજ્ઞ કાર્યમાં સેવા અને સહયોગ આપવા બદલ આપ સૌ વંદન અને અભિનંદનને પાત્ર છો , માનવ જીવનના રક્ષણકાજે આપે કરેલી નિષ્ઠાપૂર્વકની કામગીરીને હૃદયપૂર્વક બિરદાવવામાં આવે છે , આપ સૌને ખુબ ખુબ અભિનંદન . સાથે હદય પૂર્વક આભાર આભાર પ્રગટ કરતા મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન , હીરાભાઈ ટમારીયા.. રીપોર્ટર ..મયંક દેવમુરારી ..મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here