રતનપુર ગામ ખાતે ભટોળ પરિવારના દીકરાઓ એ મા બાપનું રૂણ અદા કરવા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું

0
3

પાલનપુર તાલુકાના રતનપુર ખાતે જીવન પર્વની ઉજવણીના ભાગ રૂપે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું.

પાલનપુર તાલુકા ના રતનપુર ખાતે બનાસડેરી ના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળ ના જીવનપર્વની ઉજવણી અંતર્ગત સાત દિવસય ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવા માં આવ્યું છે..પરથીભાઇ ભટોળ નાં પુત્ર અને દાંતા ના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ તેમજ જયેશભાઈ ભટોળ ના પરિવાર દ્વારા તેમના માતૃશ્રી રાજીબા અને પિતાશ્રી પરથીબાપા ના જીવન પર્વની ઉજવણી પ્રસંગે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનનું આયોજન કરવા માં આવ્યું છે જેમાં તારીખ 01-01-2024 સોમવારથી લઈને તા.07-01-2024 રવિવાર સુધી જ્ઞાન સપ્તાહ ચાલશે આ ભાગવત સપ્તાહ માં
પૂજ્ય આચાર્ય રણછોડભાઈ સંગીતમય શૈલીથી ભાગવત કથાનું રસપાન કરાવશે જેમાં
સમસ્ત ચૌધરી પરિવાર રતનપુર ગામ દ્વારા બનાસકાંઠા જિલ્લા વાસીઓને આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પધારવા માટે આહવાન કરવામાં આવ્યું છે..આ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં માં વસંત ભાઇ ભટોળે ઉપસ્થિત પ્રેસ મીડિયા નાં મિત્રો નું પુષ્પ ગુસ્ક અર્પણ કરી સ્વાગત કર્યું હતું..અને સમગ્ર કાર્યક્રમ ની રૂપરેખા આપી હતી.1 જાન્યુઆરી એ રતનપુર ગામે પોથી યાત્રા અને કળશ યાત્રા યોજાશે.સાત દિવસીય આ શ્રીમદ્ ભાગવત કથા સાંભળવા અને ભોજન પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો લાભ લે તે માટે વસંત ભાઇ ભટોળે મીડિયા માધ્યમ થી અપીલ કરી હતી..

જોકે આ પ્રસંગે પરથીભાઇ ભટોળે
એ તમામ પત્રકાર મિત્રો સાથે વાત કરતા કહ્યું કે મારી જિંદગી દરમિયાન મારા વાણી વર્તન વ્યવહાર થી કોઈ ને દુઃખ પહોચ્યું હોય તો માફી માંગુ છું .ઘણા સમય સુધી જાહેર જીવન માં પત્રકાર મિત્રો સાથે પણ મારે કામ કરવાનો સમય આવ્યો અને એ સમય દરમિયાન ભૂલથી પણ કંઈ ખરું ખોટું લાગ્યું હોય અથવા તો થયું હોય તો આ જીવન પર્વ નાં સમયે જ્યારે બધા સાથે મળ્યા છીએ માફ કરશો તેવી દિલગીરી વ્યક્ત કરી હતી અને મોટી સંખ્યામાં હાજર રહેલા પત્રકાર મિત્રો નો આભાર વ્યક્ત કર્યો હતો..
ત્યારે માતા પિતા નાં જીવન પર્વ માં પુત્રો દ્વારા કરાયેલા શ્રીમદ્ ભાગવત કથા નાં આયોજન ની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે .અને ભક્તો ને આ કથા નો લાભ લેવા માટે સાત દિવસ ઉપસ્થિત રહેવા આહ્વાન કરાયું છે..પત્રકાર પરિષદમાં પરથી ભાઈ ભટોળ ઓખાભાઈ ભટોળ વસંત ભાઈ ભટોળ સહિત કુટુંબી આગેવાનો રતનપુર ગામ ના સરપંચ સરદાર ભાઈ મોતીભાઈ જગદીશભાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here