રક્તદાનથી બચશે અનેક જીવ, થશે પુણ્યનું કામ,આપણું રક્તદાન બનશે, જરૂરિયાતમંદો માટે જીવનદાન

0
50

આજ રોજ ચાણસ્મા પૂનમચંદ બાલમંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ચાણસ્મા શહેર – તાલુકા દ્વારા દેશના લોકપ્રિય વડાપ્રધાન,વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો.


આ પ્રસંગે જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ વિવેકભાઈ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ રાજુભાઈ પટેલ, મહામંત્રી પાર્થભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચાના કાર્યાલય મંત્રી અને શહેર પ્રભારી દિવ્યાંગભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ પટેલ, કિરણભાઈ ઠાકોર, સુરેશભાઇ પી પટેલ, બાહુલભાઈ સથવારા, શહેર-તાલુકા યુવા મોરચા અધ્યક્ષ બ્રિજેશભાઈ પટેલ, જયદીપભાઇ પટેલ તથા કલ્પેશભાઈ ડોડીયા, હર્મિશભાઈ ડોડીયા, ચેતનભાઈ ડી પટેલ, સુરજભાઈ એન પટેલ, જિમી એમ પટેલ, સાવંતસિંહ, મહિલા મોરચા ના હોદેદાર મીરાબેન, બીનાબેન, ચંદ્રિકાબેન સહિત કર્મઢ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

તમામ નો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર…

દિલીપપટેલ..ચાણસ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here