યોગાંજલિ કેળવણી મંડળને TIMES CSR એવોર્ડ ૨૦૨૧ અર્પણ થયો.

0
3

યોગાંજલિ કેળવણી મંડળએ સિદ્ધપુર તાલુકાના ગણેશપુરામાં ૧૯૭૪ થી સામાજિક ,શૈક્ષણિક તેમજ આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરતી સેવાભાવી સંસ્થા છે. જેમાં સમાજના પછાત અને વંચિત પરિવારના બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય થાય છે. આ ઉપરાંત બહેનોના ઉત્કર્ષ માટે વિવિધ પ્રવૃતિઓ, સ્કીલ ડેવેલોપમેન્ટ , આરોગ્ય સુવિધાઓ , ખેતીલક્ષી કાર્યક્રમ જેવી વિવિધ પ્રવૃતિઓ સમગ્ર પાટણ જીલ્લામાં કરવામાં આવે છે. તાજેતરમાં કોરોના મહામારી દરમ્યાન સંસ્થા દ્વારા ખુબ મોટા પ્રમાણમાં રાશન કીટનું વિતરણ , ઓક્સીજન સુવિધા તેમજ કોરોનાથી માતા પિતા ગુમાવનાર બાળકોને શિક્ષણ સહાય વિગેરે કામગીરી ખુબ ઉત્તમ રીતે કરવામાં આવી.

તાજેતરમાં TIMES OF INDIA ગ્રુપ દ્વારા કંપનીના CSR ફંડમાંથી સમાજ સેવાનું કાર્ય કરતી કેટલીક નામાંકિત કંપનીઓ તેમજ સંસ્થાઓને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. આ એવોર્ડ માટે યોગાંજલિ કેળવણી મંડળની પણ પસંદગી થઇ. સંસ્થાના સેક્રેટરી કુ.જીજ્ઞા દવેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીજના જાણીતા એક્ટર શ્રી કબીર બેદીના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કેડીલા હેલ્થકેર ,વાઘબકરી ટી, બેન્કર હાર્ટ ઇન્સ્ટીટ્યુટ(વડોદરા) જેવી ગુજરાતની વીસેક સંસ્થાઓને એવોર્ડ અર્પણ થયો. આ પ્રસંગે શ્રી સી.આર.પાટીલ, ફિલ્મ કલાકાર શ્રી કબીર બેદી, નિવૃત આઈએએસ શ્રી પી.કે.લહરી તેમજ TIMES ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર સહિત અનેક નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત થયાં હતા.
સંસ્થાને આ નામાંકિત એવોર્ડ અર્પણ થતાં સંસ્થા પરિવાર તેમજ સમગ્ર પંથક માટે હર્ષ સહ ગૌરવ પ્રદાન થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here