યુપીમાં વિપક્ષ ૨૦૨૨માં કારમી હાર માટે તૈયાર રહેઃ શાહ

0
19

(જી.એન.એસ.)લખનૌ,તા.૧
કેન્દ્રય ગૃહ પ્રધાન અમિત શાહે લખનૌમાં ફોરેÂન્સક સાયન્સ સંસ્થાના શિલાન્યાસ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાજપે ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે. રાજ્યને વિકાસના માર્ગ પર લાવવા માટે કામ કરવામાં આવ્યું છે.
૨૦૧૭માં રાજ્યમાં ભાજપની સરકાર સત્તા પર આવી તે પહેલા લોકો પશ્ચિમ યુપીથી સ્થળાંતર કરી રહ્યા હતા. રાજ્ય હુલ્લડગ્રસ્ત હતું, પરંતુ ચાર વર્ષના શાસન પછી, ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન સ્થાપિત થયું છે. ગૃહમંત્રી અમિત શાહે કÌšં કે અમે વચન આપ્યું હતું કે જ્યારે અમારી સરકાર આવશે ત્યારે અમે કાયદાનું શાસન સ્થાપિત કરીશું. રાજ્ય સરકારે આ દિશામાં સફળતા મેળવી છે.
વિપક્ષના નેતાઓ પર નિશાન સાધતા ગૃહ પ્રધાન અમિત શાહે કÌšં કે યુપીમાં ચૂંટણી આવતા જ નેતાઓ ઘરની બહાર આવે છે અને વકતૃત્વ કરે છે. આ નેતાઓ કોરોના દરમિયાન મુશ્કેલીઓ સામે લડી રહેલા લોકોને મદદ કરતા નથી. તેઓ ખેડૂતોની મુશ્કેલીઓમાં કામ કરતા નથી, પરંતુ ચૂંટણી આવતા જ તેઓ વકતૃત્વમાં સામેલ થઈ જાય છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે.રાજ્યને વિકાસના માર્ગે લઇ જવાનું કામ કરવામાં આવ્યું છે. હું તેમને કહેવા માંગુ છું કે વિપક્ષના નેતાઓએ ફરી એકવાર ૨૦૨૨ માં કારમી હાર માટે મન બનાવવું જાઈએ. ભાજપ ફરી અહીં બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે.
તેમણે કÌšં કે મને પહેલાનું યુપી બહુ સારી રીતે યાદ છે. અહીં મહિલાઓ અસુરક્ષિત હતી. દિવસે પણ ગોળીઓ ચલાવવામાં આવતી હતી. રાજ્યમાં માફિયાઓનું શાસન હતું. આજે ૨૦૨૧ માં હું યુપીમાં ઉભો છું, હું ગર્વથી કહું છું કે યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશને આગળ લઈ જવાનું કામ કર્યું. સરકારની યોજનાઓને યોગ્ય રીતે લાગુ કરવામાં આવી છે. યોગી સરકારે ૪૪ યોજનાઓને યોગ્ય રીતે અમલ કરવામાં સફળતા મેળવી છે, જેના કારણે રાજ્યની ઓળખ વિકાસશીલ રાજ્યની બની ગઈ છે.
તેમણે કÌšં કે ભાજપની સરકાર બન્યા બાદ યુપીમાં માફિયા રાજનો અંત આવ્યો છે. રાજ્યમાં જાતિવાદનો અંત આવ્યો છે. રાજ્યના ગરીબ અને નબળા લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. ભાજપ ફરી એકવાર યુપીમાં વિકાસના ધોરણે જારદાર બહુમતી સાથે સરકાર બનાવશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા તેમણે કÌšં કે યોગી આદિત્યનાથે રાજ્યની છબી બદલવાનું કામ કર્યું છે. હવે ગરીબોને અહીં સરકારી યોજનાઓનો લાભ મળે છે. યોગી સરકાર રાજ્યના લોકોની સુખાકારી માટે કામ કરે છે, કોઈ એક જાતિ કે પરિવાર માટે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here